પંકજ ત્રિપાઠીની ગણતરી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. પંકજ ત્રિપાઠીએ થિયેટરથી લઈને OTT સુધી પોતાને સાબિત કર્યા છે. દરેક વ્યક્તિ તેમની એક્ટિંગના ફેન છે. હવે અભિનેતા માટે એક ગર્વની ક્ષણ આવી ગઈ છે. અભિનેતાના પગલે ચાલીને, તેમની પુત્રી આશી ત્રિપાઠીએ પણ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે.
પંકજ ત્રિપાઠી વર્ષોથી પોતાની એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવી રહ્યા છે. અને હવે તેમની બીજી પેઢીએ તેની એક્ટિંગ કારકિર્દી શરૂ કરી છે. પંકજની કોલેજ જતી દીકરીએ તાજેતરમાં એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો આશીની સુંદરતાના પણ વખાણ કરી રહ્યા છે.
પંકજ ત્રિપાઠીની પુત્રીનું એક્ટિંગમાં ડેબ્યુ
આશીએ એક્ટિંગનો પ્રારંભ ફિલ્મો દ્વારા નહીં, પરંતુ તેણે એક મ્યુઝિક વીડિયો દ્વારા કર્યો છે. આ મ્યુઝિક વીડિયોનું નામ 'રંગ ડારો' છે. 'રંગ ડારો' ગીત તાજેતરમાં રિલીઝ થયું છે અને દર્શકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આશીની સુંદરતાની સાથે સાથે તેની સાદગીએ પણ લોકોને દિવાના બનાવ્યા. તેની સાથે આ વીડિયોમાં પ્રભાકર સ્વામી પણ છે. આમાં, આશીને એક ચિત્રકારની પ્રેરણા તરીકે જોવા મળે છે. આ અઢી મિનિટનો મ્યુઝિક વિડીયો યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.
પંકજ ત્રિપાઠી ભાવુક થઈ ગયા
પંકજ ત્રિપાઠી તેમની પુત્રીના એક્ટિંગ ડેબ્યુ પર ભાવુક થઈ ગયા. અને તેમણે કહ્યું કે તેઓ તેમની પુત્રીની આગળની એક્ટિંગ જર્ની માટે પણ ઉત્સાહિત છે. પંકજે કહ્યું, "આશીને સ્ક્રીન પર જોવી એ મારા અને મૃદુલા (પંકજ ત્રિપાઠીની પત્ની) માટે ગર્વ અને ભાવનાત્મક ક્ષણ હતી. તે હંમેશા પર્ફોર્મિંગ આર્ટ્સ પ્રત્યે ઉત્સાહી રહી છે, અને તેના પહેલા જ પ્રોજેક્ટમાં તેની અભિવ્યક્તિ જોવી અમારા માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. જો આ તેનીશરૂઆત છે, તો હું તેની આગળની સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."
આશી કોલેજની સ્ટુડન્ટ છે
પંકજ અને મૃદુલાની પુત્રી આશી 18 વર્ષની છે અને હાલમાં મુંબઈમાં કોલેજમાં અભ્યાસ કરે છે. 'રંગ ડારો' ગીતના મ્યુઝિક કમ્પોઝર અભિનવ આર કૌશિકે પંકજ ત્રિપાઠીનો સંપર્ક કરીને આશીને આ ગીત માટે લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમણે તરત જ તેમની પુત્રીના એક્ટિંગ ડેબ્યુ માટે સંમતિ આપી હતી.