
ગયા વર્ષે એ વાત કન્ફર્મ થઈ હતી કે પ્રિયદર્શન ફરી એકવાર તેમની ત્રિપુટી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલને મોટા પડદા પર લાવી રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે ટૂંક સમયમાં 'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ (Hera Pheri 3) નું શૂટિંગ શરૂ કરશે, પરંતુ હવે આ સમાચારની પુષ્ટિ થઈ છે કે પરેશ રાવલ ફિલ્મમાંથી બહાર થઈ ગયો છે.
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પરેશ રાવલને 'હેરા ફેરી 3' vમાં કામ નહીં કરે. મેકર્સ સાથે ક્રિએટિવ ડિફરન્સને કારણે, અભિનેતાએ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો. તેણે પણ ફિલ્મ છોડવાની વાતની પુષ્ટિ પણ કરી હતી. હવે પહેલીવાર, તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને ક્રિએટિવ ડિફરન્સને કારણે ફિલ્મ છોડવાની અફવા પર પોતાનું મૌન તોડ્યું છે.
'હેરા ફેરી 3' છોડવા પર બાબુરાવે કહી આ વાત
પરેશ રાવલે 18મેના રોજ પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે મેકર્સના કારણે ફિલ્મ નથી છોડી. પરેશે કહ્યું, "હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે 'હેરા ફેરી 3' થી દૂર રહેવાનો મારો નિર્ણય ક્રિએટિવ ડિફરન્સને કારણે નહતો. હું ફરીથી કહું છું કે ફિલ્મ મેકર્સ સાથે કોઈ ક્રિએટિવ ડિફરન્સ નથી. મને ફિલ્મ ડાયરેક્ટર પ્રિયદર્શન માટે અપાર પ્રેમ, આદર અને વિશ્વાસ છે."
https://twitter.com/SirPareshRawal/status/1923960702647271838
પરેશ રાવલ 'હેરા ફેરી' સિરીઝનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સાથે તેણે જે કામ કર્યું છે તેની જગ્યા કોઈ નહીં લઈ શકે. આવી સ્થિતિમાં, 'હેરા ફેરી 3' (Hera Pheri 3) માં બાબુરાવને ન જોવા એ તેના ફેન્સ માટે કોઈ મોટા આઘાતથી ઓછું નથી.
પરેશ રાવલની આગામી ફિલ્મ
ભલે પરેશ રાવલ અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સાથે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) માં ન જોવા મળે, પરંતુ તે પ્રિયદર્શનની આગામી ફિલ્મ 'ભૂત બંગલા' માં જોવા મળશે. આમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત તે અક્ષય સાથે 'વેલકમ ટુ ધ જંગલ' માં પણ જોવા મળશે.