પ્રાઇમ વિડીયોએ તેની આગામી એક્શન-કોમેડી ફિલ્મ Heads of State'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ચાહકો પહેલાથી જ MI6 એજન્ટ નોએલ બિસેટ તરીકે Priyanka Chopra જોનાસના જબરદસ્ત અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. ઇદ્રિસ એલ્બા અને જોન સીના સાથે સ્ક્રીન શેર કરતી પ્રિયંકા ચોપરા દિગ્દર્શક ઇલ્યા નૈશુલરની ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 2 મિનિટ 46 સેકન્ડના ટ્રેલરમાં યુકેના વડા પ્રધાન સેમ ક્લાર્ક (એલ્બા) અને યુએસ પ્રમુખ વિલ ડેરિંગર (સીના)નો પરિચય કરાવવામાં આવ્યો છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્થિરતાને જોખમમાં મૂકતા જાહેર ઝઘડામાં ફસાયેલા છે. પરંતુ જ્યારે કોઈ વિદેશી દુશ્મન તેમને નિશાન બનાવે છે, ત્યારે બંને નેતાઓને એક થવાની ફરજ પડે છે. MI6 એજન્ટ નોએલ બિસેટ (પ્રિયંકા) જેનું મિશન તેમનું રક્ષણ કરવાનું અને વૈશ્વિક અરાજકતા તરફ દોરી શકે તેવા કાવતરાને રોકવામાં મદદ કરવાનું છે.

