Home / Entertainment : Rajkummar Rao and Patralekha gave good news to fans

Rajkummar Rao અને Patralekha એ ફેન્સને આપી ગુડ ન્યૂઝ, કપલના ઘરે ગુંજશે કિલકારી

Rajkummar Rao અને Patralekha એ ફેન્સને આપી ગુડ ન્યૂઝ, કપલના ઘરે ગુંજશે કિલકારી

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને તેની પત્ની પત્રલેખા (Patralekha) એ ફેન્સને મોટી ગુડ ન્યૂઝ આપી છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekha)  ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ કપલે પોસ્ટ દ્વારા ફેન્સને આ માહિતી આપી છે. આ ગુડ ન્યૂઝ આવતાની સાથે જ બધાએ કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકુમાર રાવે પોસ્ટ શેર કરી

રાજકુમાર રાવ (Rajkummar Rao) એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં રાજકુમારે માહિતી આપી છે કે તે ટૂંક સમયમાં પિતા બનવાનો છે. પોસ્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે, "બેબી ઓન ધ વે, પત્રલેખા અને રાજકુમાર." આ પોસ્ટ શેર કરતા રાજકુમારે તેના કેપ્શનમાં લખ્યું છે કે, "પ્રસન્ન" અને તેની સાથે રેડ હાર્ટ ઈમોજી શેર કર્યું છે. રાજકુમાર અને પત્રલેખાએ 11 વર્ષ ડેટિંગ કર્યા બાદ 15 નવેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. 

ફેન્સે અભિનંદન આપ્યા

હવે સેલેબ્સ અને ફેન્સ રાજકુમાર (Rajkummar Rao) ની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સેલિબ્રિટીઝ કપલને અભિનંદન આપી રહ્યા છે. જ્યારે રાજકુમાર (Rajkummar Rao) ની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, "તમારા બંને માટે ખૂબ ખુશી થઈ રહી છે." બીજા યુઝરે લખ્યું, "અભિનંદન." એકે કહ્યું, "ગોડ બ્લેસ યુ." બીજાએ કહ્યું, "તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન."

રાજકુમારનું વર્ક ફ્રન્ટ

આ સિવાય જો રાજકુમાર રાવ (Rajkummar Rao) ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા આ દિવસોમાં તેની ફિલ્મ 'માલિક' માટે હેડલાઇન્સમાં છે. રાજકુમાર તેની ફિલ્મ 'માલિક' નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ કરવામાં આવ્યા  છે, જે લોકોને ખૂબ ગમ્યા છે. ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ, તો આ ફિલ્મ 11 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Related News

Icon