
કોમેડિયન સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પર અશ્લીલ પ્રશ્ન પૂછ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા વિવાદમાં ફસાઈ ગયો છે. મામલો એટલો મોટો થઈ ગયો કે રણવીર અલ્હાબાદિયા સહિત 5 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતને ગંભીરતાથી લીધી. જે અંતર્ગત રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ મખીજા 6 માર્ચે કમિશન સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે રણવીરને રાહત આપી
'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' કેસમાં, રણવીર અલ્હાબાદિયા અને ઈન્ફ્લુએન્સર અપૂર્વ મખીજાએ રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. આશિષ ચંચલાનીના વકીલ પણ તેની સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ પહોંચ્યા હતા. આ દરમિયાન, 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના બે નિર્માતાઓ, સૌરભ બોથરા અને તુષાર પૂજારી પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગયા ગુરુવારે આશિષ ચંચલાની ગુવાહાટી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો અને 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સંબંધિત કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટે રણવીર અલ્લાહબાદિયાને કેટલીક શરતો સાથે તેના શોનું પ્રસારણ કરવાની મંજૂરી આપી છે. તેમજ, ગરિમા જાળવવા માટે કહેવામાં આવ્યું છે.
શું છે આખો મામલો?
રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં એક સ્પર્ધકને વાંધાજનક પ્રશ્ન પૂછ્યો હતો. રણવીરના આ પ્રશ્ન પછી લોકોએ તેને ખૂબ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ સિવાય શો પણ વિવાદોમાં ફસાઈ ગયો. આ સાથે, રણવીર સાથે આ એપિસોડમાં આવેલા બધા મહેમાનો કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગયા. સમય રૈનાને યુટ્યુબ પરથી શોના બધા વીડિયો દૂર કરવા પડ્યા હતા.