
ફેમસ રેપર અને સિંગર રફ્તાર બીજી વખત લગ્નના બંધનમાં બંધાયો છે, જેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રફ્તારના લગ્ન મનરાજ જવંદા સાથે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં થયા, આ ફંક્શનમાં ફક્ત તેના પરિવારના સભ્યો અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. બંનેએ દક્ષિણ ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા, જોકે લગ્નના ફોટા બહાર આવે તે પહેલાં જ તેમના સાથે હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં, રેપરના હલ્દીના વીડિયો ફરતા થયા હતા.
રફ્તાર, જેનું સાચું નામ દિલીન નાયર છે, તેણે 31 જાન્યુઆરીએ ફેશન સ્ટાઈલિસ્ટ અને અભિનેત્રી મનરાજ જવંદા સાથે લગ્ન કર્યા. જોકે, રફ્તારએ આ લગ્ન અંગે કોઈ જાહેરાત નહતી કરી. લગ્નની તસવીરો જાહેર થયા પછી પણ, આ કપલે હજુ સુધી તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. આ પહેલા રફ્તારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો હતો.
https://twitter.com/saygovind/status/1885178305990811851
કોણ છે મનરાજ જવંદા?
મનરાજ જવંદા કોલકાતાની રહેવાસી છે, તે એક ફેશન સ્ટાઈલિસ્ટ છે. મનરાજે રફ્તાર સાથે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તે સ્ટાઈલિસ્ટ તરીકે ઘણા રિયાલિટી શો અને ટીવી એડનો પણ ભાગ રહી છે.
એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બંનેના લગ્નના ફોટા શેર કર્યા છે. આ સાથે, એક યુઝરે બંનેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જે તેમના સંગીત ફંક્શનનો હોય તેવું લાગે છે. આ વીડિયોમાં બંને એકબીજા સાથે પરફોર્મ કરતા જોવા મળે છે.
https://twitter.com/_Krraaxxx_/status/1885162522547826774
રફતારના બીજા લગ્ન
મનરાજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મુજબ, તે 'હાઉસ ઓફ પંજાબ' નામનું એક રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. રફ્તારના મનરાજ સાથે આ બીજા લગ્ન છે. મનરાજ પહેલા, રફ્તારના લગ્ન કોમલ વોહરા સાથે થયા હતા, પરંતુ લગ્નના ચાર વર્ષ પછી, તેઓ એકબીજાથી અલગ થઈ ગયા. રફ્તારએ 2016 માં કોમલ સાથે લગ્ન કર્યા, પરંતુ કોવિડ રોગચાળા દરમિયાન, તેમના સંબંધો બગડવા લાગ્યા, ત્યારબાદ બંનેએ 2020માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને 2022માં કાયદેસર રીતે અલગ થઈ ગયા.