બોલિવૂડ અભિનેત્રી પૂનમ ઢિલ્લોનનું નામ હેડલાઈન્સમાં આવ્યું છે. તેના ઘરે ચોરીનો કેસ નોંધાયો છે. જોકે, રાહતની વાત એ છે કે પોલીસે ચોરને પકડી લીધો છે અને તેની ધરપકડ પણ કરી છે. ચોરે અભિનેત્રીના મુંબઈના ખારમાં આવેલા ઘરમાંથી લગભગ 1 લાખ રૂપિયાનો ડાયમંડ નેકલેસ, 35,000 રૂપિયા રોકડા અને કેટલાક યુએસ ડોલર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો અનુસાર, આરોપીનું નામ સમીર અંસારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

