Home / Entertainment : Salman and Shah Rukh's Tiger vs Pathaan film got postponed

Salman અને Shah Rukhની ફિલ્મ 'Tiger vs Pathaan' રખાઈ મુલત્વી, જાણો શું છે કારણ

Salman અને Shah Rukhની ફિલ્મ 'Tiger vs Pathaan' રખાઈ મુલત્વી, જાણો શું છે કારણ

સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની 'ટાઈગર વર્સિસ પઠાણ' (Tiger vs Pathaan) ફિલ્મ મુલત્વી રાખવામાં આવી હોવાનો ગણગણાટ બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવે એવી વાત બહાર આવી છે કે પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ દ્વારા હાલ 'ધૂમ 4' ના પ્રોજેક્ટ પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે 'ટાઈગર વર્સિસ પઠાણ' (Tiger vs Pathaan) પ્રોજેક્ટ હાલ પૂરતો પડતો મૂકી દેવામાં આવ્યો છે. 

સૂત્રોના દાવા અનુસાર આમ પણ આદિત્ય ચોપરા છેલ્લા કેટલાક સમયથી  સ્પાય યુનિવર્સમાં નવા કલાકારો દાખલ કરવાનું વિચારી રહ્યો છે. તેણે વિક્કી કૌશલ જેવા નવી પેઢીના કલાકારોનો આ માટે સંપર્ક સાધ્યો છે. બીજી તરફ સલમાનની 'ટાઈગર 3' સ્પાય યુનિવર્સમાં સૌથી નબળી ફિલ્મ સાબિત થઈ હતી. 

કમર્શિયલી પણ સલમાન (Salman Khan) નું માર્કેટ સાવ ઠંડુ પડી ગયું છે. આ સંજોગોમાં હવે 'ટાઈગર વર્સિસ પઠાણ' ને આગળ વધારવામાં હાલ પ્રોડક્શન હાઉસને બહુ રસ રહ્યો નથી. 

આદિત્ય ચોપરાની પહેલી ફિમેલ સ્પાય પરની ફિલ્મ 'આલ્ફા' માં પણ આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ એમ બે નવી  જનરેશનની હિરોઈનોને મુખ્ય ભૂમિકા સોંપાઈ છે. 

Related News

Icon