કપિલ શર્મા હંમેશા લોકોને હસાવતો રહે છે. પહેલા તે ટીવી પર ધૂમ મચાવતો હતો અને હવે તે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે. કપિલ શર્માનો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' (The Great Indian Kapil Show) OTT પર આવી ગયો છે. તેના શોની બે સિઝન રિલીઝ થઈ ગઈ છે અને બંને શાનદાર રહી. હવે ત્રીજી સિઝન આવવાની છે અને આ સિઝનમાં હંગામો થવાનો છે. પહેલા અર્ચના પૂરણ સિંહ આ શોને જજ કરતી જોવા મળી હતી. જોકે આ સિઝનમાં તેણે પોતાની ખુરશી શેર કરવી પડશે કારણ કે હવે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) પાછો ફરવાનો છે.
નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ના કમબેક વિશે જણાવ્યું છે. હવે તે શોમાં અર્ચના સાથે બેસશે. જેના કારણે અર્ચનાને ઝટકો લાગ્યો છે.
ક્યારથી શરૂ થશે શો?
નેટફ્લિક્સે પ્રોમો શેર કર્યો અને લખ્યું- "એક ખુરશી પાજી માટે પ્લીઝ, દરેક ફનીવાર અમારો પરિવાર વધશે, જેમાં નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરણ સિંહ પાછા ફરશે.'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ની નવા સિઝનમાં તેમને જુઓ, જે 21 જૂનથી રાત્રે 8 વાગ્યે ફક્ત નેટફ્લિક્સ પર શરૂ થશે."
પ્રોમોમાં, કપિલ શર્મા અર્ચના પૂરણ સિંહને આંખે પાટા બાંધીને લાવે છે અને કહે છે કે "બે સિઝન બેક ટૂ બેક હીટ આપી છે એટલે નેટફ્લિક્સ તમને સરપ્રાઈઝ આપી રહ્યું છે." અર્ચના પહેલા પૂછે છે શું તેને મળી રહ્યું છે? ત્યારે કપિલ કહે છે હજુ આનાથી મોટું સરપ્રાઈઝ છે, તો અર્ચના પૂછે છે શું કાર મળી રહી છે? ફરી કપિલ કહે છે તેનાથી પણ મોટું સરપ્રાઈઝ છે, છેલ્લે અર્ચના પૂછે છે શું નેટફ્લિક્સ તેને શેરમાં ભાગ આપી રહ્યું છે? આ પછી કપિલ તેની આંખે બાંધેલી પટ્ટી ખોલે છે અને નવજોત સિંહ સિદ્ધુ તેની સામે દેખાય છે. સિદ્ધુને જોઈને અર્ચના પૂરણ સિંહ ચોંકી જાય છે.
ફેન્સ ખુશ છે
આ પ્રોમો જોયા પછી, ફેન્સ ઘણી બધી કમેન્ટ્સઓ કરી રહ્યા છે. એકે લખ્યું- "હવે મજા શરૂ થશે." બીજાએ લખ્યું- "છવાઈ ગયા ગુરુ." એકે લખ્યું- "પાજી આવી ગયા છે."