
સૂરજ બડજાત્યા હાલ પોતાની આગામી ફિલ્મના કારણે ચર્ચામાં છે. આ વરસે જ આ ફિલ્મનું શૂટિંગ અને આવતા વરસે ફિલ્મની રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પ્રેમનો રોલ નિભાવવાનો છે અને શરવરી વાઘની તેની સાથે જોડી બની છે.
હવે આ ફિલ્મમાં અનુપમ ખેર (Anupam Kher) ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. વાત તો એવી પણ છે કે, આ ફિલ્મમાં વધુ એક એકટરની પણ એન્ટ્રી થવાની છે. પરંતુ ફિલ્મની વાર્તા મુખ્યત્વે આયુષ્માન ખુરાના અને શરવરી વાઘના પાત્રોની આસપાસ જ ફરતી રહેશે. ફિલ્મની વાર્તા એક મોર્ડન યુગલની આસપાસની હશે. જેમાં સંયુક્ત અને ન્યુક્લ્યર ફેમિલી વિશે વાત કરવામાં આવશે
આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરના 2025માં શરૂ કરવામાં આવશે અને તેને 2026ના ઉત્તરાર્ધમાં રિલીઝ કરવામાં આવશે. અનુપમ ખેર (Anupam Kher) અને સૂરજ બડજાત્યાએ આ પહેલા પણ 'હમ આપકે હૈ કોન' અને 'વિવાહ' ફિલ્મમાં કામ કર્યું હતું.