
સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની ફિલ્મ 'પરમ સુંદરી' (Param Sundari) ની રિલીઝ તારીખમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. ફિલ્મ મૂળ પ્લાનિંગ પ્રમાણે 25 જુલાઈના રોજ રિલીઝ કરવાની હતી. પરંતુ, તે જ દિવસે અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' રિલીઝ થઈ રહી છે. તે ઉપરાંત પણ સમગ્ર મહિનામાં બીજી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. તેથી, બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા 'પરમ સુંદરી' (Param Sundari) ની રિલીઝ પાછી ઠેલાય તેવી સંભાવના છે.
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) કે સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) બેમાંથી કોઈનું પણ એવું ફેન ફોલોઈંગ નથી કે જેથી બોક્સ ઓફિસ પર સફળતાની ગેરન્ટી મળે. બંને કલાકારોની એક્ટિંગમાં પણ ખાસ કોઈ દમ હોતો નથી. આથી, ફિલ્મ માટે કૃત્રિમ હાઈપ ઊભો કરીને તેને ચલાવી દેવાની સ્ટ્રેટેજી જ કારગત નિવડે તેમ છે.
જુલાઈ મહિનામાં 'સન ઓફ સરદાર 2', 'મેટ્રો ઈન દિનો', 'કિંગડમ', હોલીવૂડ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડઃ રિબર્થ', 'આંખો કી ગુસ્તાખિયાં' 'માલિક' અને અન્ય એક હોલીવૂડ ફિલ્મ 'સુપરમેન' તેમજ અન્ય ફિલ્મો રિલીઝ થવાની છે.
મેડોકની ટીમ હવે 29 ઓગસ્ટના સ્લોટમાં અન્ય ફિલ્મો ન હોવાથી આ તારીખને ધ્યાનમાં લઈ રહી છે. મેડોક ફિલ્મ્સ દ્વારા અગાઉ 'ઝરા હટકે ઝરા બચકે' તથા 'ભૂલ ચૂક માફ' ના રિલીઝ શેડ્યૂલમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયા હતા. તેઓ 'પરમ સુંદરી' ના કેસમાં પણ આવું કરી શકે છે.