
ફિલ્મ 'હાઉસફુલ 5' (Housefull 5) એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. એડવાન્સ બુકિંગ દ્વારા કરોડોની કમાણી બાદ મોર્નિંગ શોમાં પણ દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત જેવા ધુરંધર અભિનેતાથી સજાયેલી ફિલ્મ 'હાઉસફુલ 5' (Housefull 5) શુક્રવારે 6 જૂને ભારતમાં રિલીઝ થઈ ગઈ છે.
ફિલ્મની એડવાન્સ બુકિંગના આંકડા
બોક્સ ઓફિસ પર 'હાઉસફુલ 5' (Housefull 5) ખૂબ સારું પ્રદર્શન કરી શકે તેવી દર્શકોને આશા છે. આ ફિલ્મના 17,366 શો માટે 2,52,814 ટિકિટની એડવાન્સ બુકિંગ કરાઈ છે. એક રિપોર્ટ્ અનુસાર, ફિલ્મ મેકર્સે 8.02 કરોડ રૂપિયાની કમાણી તો એડવાન્સ બુકિંગથી જ કરી લીધી છે. જ્યારે 'હાઉસફુલ 5' (Housefull 5) એ બોક્સ ઓફિસ પર મોર્નિંગ શોમાં 2.17 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
પહેલા દિવસનું કલેક્શન
ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. શરૂઆતના કલેક્શન વિશે વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 18.55 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનો અંદાજ છે. જ્યારે અક્ષય કુમારની 'સ્કાય ફોર્સ' ફિલ્મે પહેલા દિવસે 11.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
બોલિવૂડની સૌથી મોટી કોમેડી ફ્રેન્ચાઈઝીની ફિલ્મ 'હાઉસફુલ 5' (Housefull 5) નું દિગ્દર્શન તરુણ મનસુખાની દ્વારા થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત, નાના પાટેકર, જેકી શ્રોફ, ફરદીન ખાન, શ્રેયસ તલપડે, ડિનો મોરિયા, જેકલીન ફર્નાન્ડીઝ, નરગિસ ફાખરી, સોનમ બાજવા, ચિત્રાંગદા સિંહ, સૌંદર્યા શર્મા, ચંકી પાંડે, જોની લીવર અને નિકિતિનએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.