
'મૈને પ્યાર કિયા' જેવી શાનદાર ફિલ્મોની અભિનેત્રી ભાગ્યશ્રી (Bhagyashree) ને તેના પતિ હિમાલય દાસાની એ લગ્નના 36 વર્ષ પછી પહેલીવાર પ્રપોઝ કર્યું. ભાગ્યશ્રી (Bhagyashree) એ સોશિયલ મીડિયા પર હિમાલય સાથેના ફોટો શેર કરી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.
ભાગ્યશ્રી (Bhagyashree) એ હિમાલય સાથે ફોટ શેર કરતાં લખ્યું, "પતિનું પ્રપોઝલ! રહસ્ય બહાર આવી ગયું. હવે કોઈ ફરક નથી પડતો કે લોકો હિમાલયજીના રોમેન્ટિક પતિ હોવા અંગે શું અનુભવ કરે છે. તેઓ પહેલા આવા નહતા અને હું હંમેશાં ફરિયાદ કરતી હતી કે તેમણે મને ક્યારે પણ પ્રપોઝ નથી કર્યું. હું અહીં ફોટોશૂટ વચ્ચે હતી અને મને આશ્ચર્ય થયું કે તેમણે આ ગીત સાથે અમને વચ્ચે જ રોકી દીધા. (આ વર્ઝન સાંભળીને દિલજીત રડી પડ્યો હોત) પણ, પતિએ આખરે ઘૂંટણિયે પડવાનું નક્કી કર્યું."
પોસ્ટની અંતમાં અભિનેત્રીએ ફોટોશૂટ ક્લિક કરનારા કેમેરામેનને ક્રેડિટ આપી લખ્યું, '"કેટલાક કેન્ડિડ ફોટા શેર કરી રહી છું, જે મારા ફોટોગ્રાફર પ્રશાંત સમતાનીએ ક્લિક કર્યા છે." જોકે ભાગ્યશ્રી (Bhagyashree) ની પોસ્ટમાં હિમાલયે ગાયેલું ગીત સામેલ નથી.
ભાગ્યશ્રી (Bhagyashree) એ જ્યારે બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા, ત્યારે અભિનેત્રી 20 વર્ષની હતી અને ત્યારે ફિલ્મોમાં તેની એન્ટ્રી થઈ હતી. 19 જાન્યુઆરી 1989ના દિવસે ભાગ્યશ્રી (Bhagyashree) એ હિમાલય સાથે લગ્ન કર્યા હતા અને હાલ તેમના બે બાળકો છે. તેમના દીકરા અભિમન્યુ દાસાનીએ 2019માં 'મર્દ કો દર્દ નહીં હોતા' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું, જ્યારે તેમની દીકરી અવંતિકા દાસાનીએ વર્ષ 2022માં વેબ સિરીઝ 'મિથ્યા' થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગલું મક્યું હતું.