Home / Entertainment : Salman Khan is suffering from this deadly disease.

સલમાન ખાન પીડાય રહ્યો છે આ જીવલેણ બીમારથી, ભાઈજાને પોતે કર્યો ચોંકાવનારો ખુલાસો

સલમાન ખાન પીડાય રહ્યો છે આ જીવલેણ બીમારથી, ભાઈજાને પોતે કર્યો ચોંકાવનારો ખુલાસો

'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની ત્રીજી સીઝનનો પહેલો એપિસોડ શનિવારે રાત્રે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો. સલમાન ખાન નવી સીઝનનો પહેલો મહેમાન બન્યો. સલમાન શોમાં પહેલા કરતાં વધુ ફિટ દેખાતો હતો. તેણે એ પણ ખુલાસો કર્યો કે તે એક બીમારીથી પીડાઈ રહ્યો છે. જ્યારે કપિલ શર્માએ 59 વર્ષીય સલમાન સાથે લગ્નના વિષય પર વાત કરી, ત્યારે સલમાને કહ્યું કે લગ્ન અને છૂટાછેડા ઈમોશનલી અને ફાઈનાન્સિયલી રીતે મુશ્કેલ હોઈ શકે છે, અને ફરીથી શરૂઆત કરવી સરળ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સલમાન ખાને ફરી એકવાર પોતાની બીમારી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે કહ્યું, "આપણે રોજ હાડકાં તોડી રહ્યા છીએ, પાંસળીઓ તૂટી રહી છે, ટ્રાઇજેમિનલ ન્યુરલજીયાથી પીડાઈ રહ્યા છીએ, મગજમાં એન્યુરિઝમ છે, છતાં કામ કરે છે. AV Malformation છે, છતાં આપણે ચાલી રહ્યા છે."

તૂટેલી પાંસળીઓ, ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા, મગજની એન્યુરિઝમ અને AV Malformation જેવા ગંભીર રોગોથી પીડાતા સલમાન ખાન અટકવાનો નામ નથી લઈ રહ્યો. તેમણે પોતાને હિંમતવાન ગણાવ્યો. તેમણે કહ્યું, "મારા જીવનમાં આ બધું ચાલી રહ્યું છે. અને જ્યારે પણ તેનો મૂડ બદલાયો, તે અમારી અડધી સંપત્તિ છીનવીને લઈ ગયું. જો આ નાની ઉંમરે થયું હોત તો સારું હોત, અમે ફરીથી કમાવવાનું શરૂ કર્યું હોત. હવે ફરીથી..."

મગજનો એન્યુરિઝમ ત્યારે થાય છે જ્યારે મગજમાં એક રક્તવાહિનીમાં નબળુ સ્થાન સોજી જાય છે અને ફુગ્ગાની જેમ ફૂલીને બહાર નીકળી જાય છે. જો તે ખૂબ મોટું થાય છે, તો તે ફાટી શકે છે અને મગજમાં રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે, જે એક ગંભીર અને જીવલેણ સ્થિતિ હોઈ શકે છે.
 
Related News

Icon