Home / Entertainment : Samantha opens up about her toxic relationships

આ વસ્તુ હું કંટ્રોલ જ નહોતી કરી શક્તી,સામંથાએ ટોક્સિક રિલેશનશીપને લઈને કર્યા ખુલાસા

આ વસ્તુ હું કંટ્રોલ જ નહોતી કરી શક્તી,સામંથાએ ટોક્સિક રિલેશનશીપને લઈને કર્યા ખુલાસા

સામંથા રુથ પ્રભુ પોતાની પર્સનલ લાઈફ પર હંમેશા ખુલીને વાત કરતી હોય છે. ત્યારે તેણે પોતાના ટોક્સિક રિલેશન વિશે પણ વાત કરી છે, તમે વિચારતા હશો કે તે તેના પૂર્વ પતિ નાગા ચૈતન્યની વાત કરી રહી છે તો તમને જણાવી દઈએ કે એવુ નથી. તેણે અહીં તેના ફોન વિશે વાત કરી છે, તેમણે જણાવ્યું કે તેમને ફોનનું વ્યસન હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સામંથાએ જણાવ્યું એ એક સમય એવો હતો કે તેમને ફોનનું એટલું વ્યસન હતું કે  તેને એવું લાગતું કે તે પોતે કોઈ ટોક્સિક રિલેશનશીપમાં છે. સામંથાએ જણાવ્યું કે, તે ફોન પર જ વધારે સમય પસાર કરતી હતી. 

એક રિપોર્ટ અનુસાર સામંથાએ કહ્યું કે, મેં મારા જીવનમાં ઘણા બદલાવો કર્યા અને મારા રોજીંદા જીવનથી ખુશ પણ હતી. પણ  હું ફોન સાથેનું મારું રિલેશન કંટ્રોલ જ નહોતી કરી શકતી. મને એવુ લાગતું કે આ જરુરી છે, મારું કામ છે અને મારે એને કરવાનું જ છે. 

સામંથાએ વધુમાં જણાવ્યું કે, તેણે 3 દિવસ ડિજિટલ ડિટોક્સ કર્યું અને પોતાને આ વ્યસનથી છુટકારો અપાવ્યો. સામંથાની પર્સનલ લાઈફની વાત કરીએ તો પહેલા તેના લગ્ન નાગા ચૈતન્ય સાથે થયા હતા,બાદમાં તેમના છૂટ્ટાછેડા થઈ ગયા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી સામંથાનું નામ નિદિમોરુ સાથે જોડાઈ રહ્યું છે.  બંન્નેએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પણ સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ છે કે આ બંન્ને રિલેશનશીપમાં છે. 

સામંથાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે વરુન ધવન સાથે સિટાડેલ હની બની ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારે હવે તે માં ઈંતિ બંગારામ ફિલ્મમાં દેખાશે

Related News

Icon