
સામંથા રૂથ પ્રભુ એક ઉમદા અને અફલાતૂન ડાન્સર તો છે જ અને એ તો તેણે 'પુષ્પા : ધ રાઈઝ' (૨૦૨૧) માં અભિનેતા અલ્લુ અર્જુન સાથે ધમાકેદાર ડાન્સ 'ઓ અન્તાવા....' કરીને બધાને ડોલાવી દીધા હતા. તેમના સ્ટેપ્સ અને અદા તો આજેય લોકોને યાદ છે. જો કે સામંથાની એ ઉષ્માસભર અદા અને સુંદરતા પર લોકો ઘાયલ છે. જો કે તાજેતરની જ એક મુલાકાતમાં સામંથા એવો ખુલાસો કર્યો કે 'લોકોએ મને મારા આ ખાસ નંબર (ડાન્સ) નહીં કરવાની સૂચના આપી છે લોકોને આ નૃત્ય ખૂબ ગમે છે કે હું બીજી લાકો માટે નિવેદન આપવા માટે કામ કરું છું,એટલું જ હું મારી જાતને પડકારવા માટે પણ કરું છું. મારા સમગ્ર જીવનમાં મં મારી જાતને ક્યારેય એક સુંદર અને હોટ લેડી માની નથી. હું માનું છું કે 'ઓ અંતવા....' ગીત તો મારી પાસે એક ઉમદા તક તરીકે આવ્યું અને મેં પુરવાર કરી આપ્યું કે હું મારી ક્ષમતાથી તેને અત્યંત લોકપ્રિય બનાવીશ. જો કે આવું મેં અગાઉ ક્યારેય કરી દાખવ્યું નહોતું. આ મારા માટે મોટો પડકાર હતો,' એમ સામંથાએ જણાવ્યું હતું.
આ સાથે જ સામંથા વધુમાં જણાવે છે, આ ગીત મને ઓફર થયું ત્યારે પણ મને આશ્ચર્ય થયું હતું. તેમણે મને જણાવ્યું હતું કે આ સ્પેશિયલ સોંગ છે. અને એ સાચું પણ પડયું. હું તેમાં ખરેખર હોટ લાગતી હતી? હું ખરેખર ક્યૂટ અને બબલી -બાજુના ઘરની છોકરા જેવી ભૂમિકા ભજવતી હતી. મેં ડાન્સ માટે તો કદી વિચાર્યું જ નહોતું અને તે પણ એક એટિટયૂડ સાથે રજૂ કરવો. આ નૃત્યમાં મારી સ્થિતિ સાવ ભિન્ન જ હતી. એક ઉગ્ર આત્મવિશ્વાસુ સ્ત્રી હતી, જે હમેશાંતેની જાતીયતામાં આરામદાયક રહે છે. આ બધી તો હું વાસ્તવમાં નહોતી. પ્રથમ શોટ પહેલા ૪૦૦ જુનિયર કલાકારો વચ્ચે મનોમન તો હું ધુ્રજી રહી હતી. હું નર્વસ પણ ખૂબ હતી, એમ સામંથાએ જણાવ્યું હતું.
સામન્થાની સેલ્ફીથી રાજ નિદિમોરુ સાથેના સંબંધોની અટકળો વ્યાપી તેજ
સામંથાએ થોડા સમય પહેલાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સેલ્ફી શેર કરી જેમાં તે અને ફિલ્મસર્જક રાજ નિદિમોરુ (રાજ-ડીકેના) નજરે પડે છે અને તેને કારણે ફિલ્મનિર્માતા રાજ નિદિમોરુ અને તેની વચ્ચેના સંબંધોની અનેક અટકળો ફેલાઈ ગઈ છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. આને કારણે ચાહકો તેમને એક નવો ટેગ સુધ્ધાં આપી રહ્યા છે.
૧૪ મેએ સામન્થાએ પોતાના નવા પ્રોડક્શન અંગે કેટલીક તસવીરો શેર કરી હતી, જે કેટલીક સીન પાછળની હતી. આ ફોટામાંથી એકમાં તેણે ફ્લાઈટમાં રાજના ખભા પર માથું રાખીને પડી હોય એવું જણાતું હતું. શુભમને અમારી સાથે જોવા, અનુભવવા અને ઉજવણી કરવા બદલ આભાર! તમે ખૂબ જ સરસ પ્રથમ પગલું ભર્યું છે- હૃદય, ગાંડપણ અને નવી તાજી વાર્તાઓ મહત્ત્વની છે માન્યતાથી પ્રેરિત, એમ તેણે કેપ્શનમાં લખ્યું હતું. ખરેખર તો આ બંને વ્યાવસાયિક રીતે આગામી પ્રોજેક્ટ 'રક્ત બ્રહ્માંડ : ધ બ્લડી કિંગડમ' પર ફરી સહયોગ કરવા માટે તૈયાર છે. તેમણે આ પહેલા 'ધ ફેમિલી મેન' અને 'સિડાટેલ : હની બની'માં સાથે કામ કર્યું છે.