
ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. જમ્મુ અને કાશ્મીરની સરહદે આવેલા વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. આ દરમિયાન, ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધની પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી. સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાએ પણ જમ્મુમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલા પર પ્રતિક્રિયા આપી અને ભારતીય સેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. સમય રૈનાએ મોડી રાત્રે એક પોસ્ટ શેર કરી જેમાં તેણે જમ્મુમાં રહેતા તેના પિતા સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું, જેમણે ભારતીય સેનાની સતર્કતા અને તૈયારીને કારણે તેને તેમની સલામતીની ખાતરી આપી છે.
સમય રૈનાએ તેના પિતા સાથેની વાતચીત વિશે કહ્યું
સમય રૈનાએ તેના પિતા સાથેની વાતચીતનું વર્ણન કરતા લખ્યું, "મારા પિતાએ આજે રાત્રે જમ્મુથી છેલ્લી વાર મને ફોન કર્યો અને ગુડ નાઈટ કહ્યું. તેમનો સ્થિર અને શાંત અવાજ મને ચિંતા ન કરવા અને ઊંઘવા માટે પ્રેરિત કરતો હતો. ભારતીય સશસ્ત્ર દળોએ બધું નિયંત્રણમાં રાખ્યું છે. તેમની શાંતિએ મારા બેચેન વિચારોને શાંત કર્યું. હું મારા મુંબઈના ઘરની લાઈટો બંધ કરી અને પડદા બંધ કરવા માટે બારી પાસે ગયો. મારી બારીની બહાર, મારા પાડોશીની લાઇટ હજુ પણ ચાલુ હતી."
સમય રૈનાએ ભારતીય સેનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો
સમય રૈના આગળ લખે છે, "હું તેમના વિશે બહુ ઓછું જાણું છું. મને આશ્ચર્ય થાય છે કે શું તેનો પરિવાર પણ જમ્મુમાં છે, કદાચ પઠાણકોટમાં અથવા તે કદાચ કોઈ બહાદુર સૈનિકનો પુત્ર છે જે આજે રાત્રે તેના પિતાના ફોનની રાહ જોતા ઊંઘી નહીં શકે. આપણી સુરક્ષા માટે સશસ્ત્ર દળો અને તેમના પરિવારોએ આપેલા બલિદાન બદલ હું તેમના પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરું છું. ગુડ નાઈટ. જય હિંદ."
સમય રૈનાએ આ પહેલા એક સ્ટોરી પોસ્ટ કરી અને લોકોને ભારતીય સેના પર વિશ્વાસ રાખવા કહ્યું હતું. તેણે લખ્યું, "જમ્મુમાં રહેલા તમામ લોકો માટે હું પ્રાર્થના કરું છે. શાંતિથી ઊંઘી જાવ અને ભારતીય સેના પર વિશ્વાસ રાખો. જય હિંદ."
પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલા
ગુરુવારે સાંજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં જમ્મુ સિવિલ એરપોર્ટ, સાંબા, આરએસ પુરા, અરનિયા અને આ વિસ્તારના લશ્કરી મથકો સહિત એક ડઝનથી વધુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યાના એક દિવસ પછી જ પાકિસ્તાને આ હુમલાઓ કર્યા. જોકે, ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે આવનારા તમામ ખતરાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો.
અનુપમ ખેરે ભારતીય સેનાને સલામ કરી
પીઢ અભિનેતા અનુપમ ખેરે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી અને જમ્મુમાં તેમના પિતરાઈ ભાઈનો એક વીડિયો શેર કર્યો. અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું, "મારા પિતરાઈ ભાઈ સુનીલ ખેરે જમ્મુ સ્થિત તેમના ઘરેથી આ વીડિયો મોકલ્યો હતો. મેં તરત જ ફોન કરીને પૂછ્યું કે શું તે અને તેનો પરિવાર ઠીક છે. તે થોડો ગર્વથી હસ્યો અને કહ્યું, 'ભાઈ! આપણે ભારતમાં છીએ! આપણે ભારતીય છીએ. આપણે ભારતીય સેના અને માતા વૈષ્ણો દેવી દ્વારા સુરક્ષિત છીએ. ચિંતા ના કરો. ગમે તે હોય, અમે અહીં એક પણ મિસાઈલ પડવા નહીં દઈએ.' ભારત માતાની જય! ભારત માતાની જય!"