
સલમાન ખાનની 'સિકંદર' 30 માર્ચ, રવિવારના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, ફિલ્મનું એડવાન્સ બુકિંગ બહુ સારું નહતું, તેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 'સિકંદર' ની શરૂઆત તો સારી થશે પરંતુ તેનું ઓપનિંગ ડે કલેક્શન બમ્પર નહીં હોય. હવે ફિલ્મની રિલીઝના પહેલા દિવસે થયેલી કમાણીના શરૂઆતના આંકડા આવી ગયા છે અને આ ફિલ્મ સલમાન ખાનની ટોપ 5 ઓપનર્સમાં પણ સ્થાન નથી મેળવી શકી. ચાલો તમને જણાવીએ કે 'સિકંદર' એ ઓપનિંગ ડે પર કેટલું કલેક્શન કર્યું છે.
'સિકંદર' એ પહેલા દિવસે કેટલી કમાણી કરી?
'સિકંદર' એક પોલિટીકલ એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદન્ના, પ્રતીક બબ્બર, શરમન જોશી અને કાજલ અગ્રવાલે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન 'ગજની' ફેમ ડિરેક્ટર એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે. સલમાન ખાનની આ ફિલ્મ ઈદના અવસર પર થિયેટરમાં રિલીઝ થઈ છેતી. ઈદ હંમેશા ભાઈજાનની ફિલ્મો માટે ખૂબ જ ખાસ રહી છે અને જ્યારે પણ આ તહેવાર પર સલમાન ખાનની ફિલ્મો રિલીઝ થઈ હતી ત્યારે તેણે બમ્પર કમાણી કરી હતી પરંતુ 'સિકંદર' એ જાદુ ન કરી શકી અને તેને ઈદ પર રિલીઝ થવાનો લાભ ન મળ્યો. ફિલ્મની શરૂઆત એકદમ નીરસ રહી છે. હવે ફિલ્મની રિલીઝના પહેલા દિવસે થયેલી કમાણીના શરૂઆતના આંકડા આવી ગયા છે.
સેકનિલ્કના શરૂઆતના ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'સિકંદર' એ તેની રિલીઝના પહેલા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે આ પ્રારંભિક આંકડા છે, તેથી સત્તાવાર ડેટા જાહેર થયા પછી તેમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.
'સિકંદર' સલમાન ખાનની ટોપ 5 ઓપનર્સમાં સ્થાન ન મેળવી શકી
સલમાન ખાનની 'સિકંદર' ની શરૂઆત અપેક્ષાઓ મુજબ નહતી રહી અને ફિલ્મ સુપરસ્ટારની ટોપ 5 ઓપનર્સમાં પણ સ્થાન ન મેળવી શકી. ચાલો જાણીએ સલમાન ખાનની ટોચની 5 ઓપનર્સમાં કઈ ફિલ્મો સામેલ છે.
- 'ટાઈગર 3' એ પહેલા દિવસે 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- 'ભારત' નું ઓપનિંગ ડે કલેક્શન 42.30 કરોડ રૂપિયા હતું.
- 'પ્રેમ રતન ધન પાયો' એ પહેલા દિવસે 40.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- 'સુલતાન' નું ઓપનિંગ ડે કલેક્શન 36.54 કરોડ રૂપિયા હતું.
- 'ટાઈગર ઝિંદા હૈ' નું પહેલા દિવસનું કલેક્શન 34.10 કરોડ રૂપિયા હતું.
પહેલા દિવસે 'સિકંદર' તેના બજેટના માત્ર 13 ટકા જ વસૂલ કરી શકી
'સિકંદર' 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ છે અને તેણે પહેલા દિવસે 26 કરોડ રૂપિયાના કલેક્શન સાથે ઓપનિંગ કરી હતી. આ સંદર્ભમાં, તે તેના ખર્ચના માત્ર 13 ટકા જ વસૂલ કરવામાં સફળ રહી છે. ફિલ્મની ખરાબ શરૂઆતનું એક કારણ એ છે કે તે રિલીઝ થયા પછી તરત જ HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ હતી. પાયરસીનો ભોગ બનવાને કારણે, તેની કમાણી પર ઘણી અસર પડી છે. હવે જોવાનું એ રહે છે કે 31 માર્ચે ઈદની રજા પર ફિલ્મની કમાણી વધે છે કે નહીં. હાલ તો બધાની નજર બોક્સ ઓફિસ પર ટકેલી છે.