
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, ઘણા સિંગર અને પ્રખ્યાત સેલેબ્સે તેમના શો, ફિલ્મો અને અન્ય પ્રોફેશનલ ક્મીટમેન્ટ રદ્દ કરી દીધી છે અથવા મુલતવી રાખી છે. તાજેતરમાં, સિંગર-કંપોઝર વિશાલ મિશ્રા (Vishal Mishra) એ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર વધતા તણાવ વચ્ચે લીધેલો નિર્ણય શેર કર્યો છે.
ક્યારેય તુર્કી અને અઝરબૈજાન નહીં જાય
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન દ્વારા તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને, વિશાલ મિશ્રા (Vishal Mishra) એ કહ્યું હતું કે તે ક્યારેય તુર્કી કે અઝરબૈજાનમાં પગ નહીં મૂકે. વિશાલ (Vishal Mishra) એ X પર પોસ્ટ શેર કરી લખ્યું, "હું ક્યારેય તુર્કી અને અઝરબૈજાન નહીં જાઉં! કોઈ રજાઓ નહીં, કોઈ કોન્સર્ટ નહીં! મારા શબ્દો યાદ રાખજો! ક્યારેય નહીં!!"
https://twitter.com/VishalMMishra/status/1920874716429951087
પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો
અહેવાલ મુજબ, તેની પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ઘણા મીડિયા અહેવાલોએ પુષ્ટિ આપી છે કે 22 એપ્રિલના રોજના પહેલગામ હુમલા પછી બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતમાં અનેક લક્ષ્યો પર હુમલો કરવા માટે તુર્કી બનાવટના ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આ અહેવાલો બાદ, ઘણા સેલેબ્સ અને કંપનીઓએ ભારતીયોને તુર્કી અને અઝરબૈજાનની તેમની યાત્રા યોજનાઓ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.
કુશલ ટંડનની માતાએ પણ તુર્કીનો પ્રવાસ રદ્દ કર્યો
તમને જણાવી દઈએ કે ટીવી એક્ટર કુશલ ટંડને પણ એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું છે કે તેના માતા તેમના મિત્રો સાથે તુર્કીની યાત્રા પર જવાના હતા. પરંતુ તુર્કી અને અઝરબૈજાન પાકિસ્તાનને ટેકો આપતા હોવાથી, તેમણે પોતાનો પ્રવાસ રદ્દ કર્યો છે.