બોલિવૂડ સ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, સુનિતાએ છ મહિના પહેલા ગોવિંદાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી, પરંતુ અભિનેતાના વકીલના જણાવ્યા અનુસાર, હવે બંનેએ પોતાના મતભેદો ઉકેલી લીધા છે. અટકળો વચ્ચે, સુનિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વિશ્વાસપૂર્વક કહી રહી છે કે કોઈ તેને ગોવિંદાથી અલગ નહીં કરી શકે. તેણે એ પણ જણાવ્યું કે તે છેલ્લા ઘણા મહિનાઓથી અલગ શા માટે રહે છે.
સુનિતા આહુજાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે અને ગોવિંદા અલગ ઘરમાં રહે છે. તેણે છેલ્લા 12 વર્ષથી એકલા પોતાનો જન્મદિવસ ઉજવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે તેના અને ગોવિંદા વચ્ચે અણબનાવની અટકળો શરૂ થઈ હતી અને છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી. હવે વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સુનીતાએ અલગ રહેવાનું સાચું કારણ જણાવ્યું છે.
ગોવિંદા રાજકારણમાં જોડાયો હોવાથી સુનિતા અલગ રહેતી હતી
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બઝ મૂવી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં સુનિતા કહે છે, "અમે અલગ રહીએ છીએ. એટલે કે જ્યારે તેઓ રાજકારણમાં જોડાયા હતા, ત્યારે મારી પુત્રી મોટી થઈ રહી હતી, ત્યારે બધા કાર્યકર્તાઓ અમારા ઘરે આવતા હતા. હવે અમારી એક દીકરી છે, અમે શોર્ટ્સ પહેરીને ઘરમાં ફરીએ છીએ, તેથી જ અમે સામે એક ઓફિસ લીધી. આ દુનિયામાં કોઈ એવું છે જે અમને એટલે મને અને ગોવિંદને અલગ કરી શકે છે, તો તે સામે આવે."
ગોવિંદા અને સુનિતાએ 1987માં લગ્ન કર્યા હતા
ગોવિંદાએ માર્ચ 1987માં સુનિતા સાથે લગ્ન કર્યા. સુનિતાએ 1988માં પુત્રી ટીનાને જન્મ આપ્યો. તેમને યશવર્ધન નામનો એક પુત્ર પણ છે. સુનિતા ઘણીવાર ગોવિંદા અને તેમના બાળકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. થોડા દિવસો પહેલા જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોવિંદા અને સુનિતા વચ્ચે મતભેદો છે. બંને અલગ અલગ લાઈફસ્ટાઈલને કારણે છૂટાછેડા લઈ રહ્યા છે.