Home / Entertainment : When Govinda revealed that 2 marriages written in his Kundali

'સુનિતાએ આ માટે તૈયાર રહેવું જોઈએ...', જ્યારે ગોવિંદાએ કરી પોતાની કુંડળીમાં બે લગ્નોની શક્યતાની વાત

'સુનિતાએ આ માટે તૈયાર રહેવું જોઈએ...', જ્યારે ગોવિંદાએ કરી પોતાની કુંડળીમાં બે લગ્નોની શક્યતાની વાત

છેલ્લા કેટલાક દિવસોથી, ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાના સમાચાર બોલિવૂડમાં આગની જેમ ફેલાઈ રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સુનિતા આહુજાએ તેના પતિ ગોવિંદાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, આ સમાચારોમાં ઘણી અલગ અલગ બાબતો પણ પ્રકાશમાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદા 30 વર્ષની મરાઠી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. માનવામાં આવે છે કે બંને વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં, ગોવિંદાના વકીલે ખુલાસો કર્યો કે સુનિતાએ 6 મહિના પહેલા છૂટાછેડાની નોટિસ મોકલી હતી. વર્ષો પહેલા ગોવિંદાએ પોતે પોતાની કુંડળીમાં બે લગ્નોનો ઉલ્લેખ કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુનિતા અને ગોવિંદા છેલ્લા ઘણા વર્ષોથી અલગ ઘરમાં રહે છે. ગોવિંદા ફક્ત 100 પગલા દૂર એક અલગ ઘરમાં રહે છે. જ્યારે સુનિતા તેના બે બાળકો સાથે અલગ રહે છે. જોકે, સુનિતા કહે છે કે ગોવિંદા પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તે પોતાની મીટિંગ્સ અને લોકોને મળવાને કારણે અલગ રહે છે જેથી તેના પરિવારને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવિંદા પોતાના બે લગ્નો વિશે વાત કરતા જોવા મળે છે.

ગોવિંદાએ સુનિતા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી

ગોવિંદાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું સુનિતા સાથે કોઈપણ સંબંધમાં ગંભીરતાથી જોડાવા નહતો માંગતો. મને એવી છોકરી જોઈતી હતી જેની સાથે હું મજાક-મસ્તી કરવા માટે બહાર જઈ શકું. આનું કારણ એ હતું કે હું ફિલ્મોમાં રોમેન્ટિક સીન કરવામાં સહજ નહોતો. પછી ભાઈ કીર્તિએ મને કહ્યું કે જો હું વાસ્તવિક જીવનમાં રોમાન્સ કરી શકું છું, તો હું રીલ લાઈફમાં પણ સારો રોમાન્સ કરી શકીશ. ત્યારથી જ સુનિતા સાથે મારી મુલાકાતો વધવા લાગી."

ગોવિંદાએ બે લગ્ન વિશે વાત કરી છે

આ જ ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ એમ પણ કહ્યું હતું કે, “હું અને નીલમ ત્યારે મળ્યા હતા જ્યારે મારું સુનિતા સાથે અફેર હતું. જ્યારે મેં તેને પહેલી વાર જોઈ, ત્યારે હું તેને જોતો જ રહ્યો." આ કહેતી વખતે તેણે નીલમ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો. ગોવિંદાના મતે, જ્યારે પણ તે નીલમ સાથે લગ્ન વિશે વાત કરતો ત્યારે તે ટાળતી. કારણ કે તે જાણતી હતી કે આ લગ્ન ટકશે નહીં. ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ પોતાના બે લગ્નો વિશે પણ વાત કરી.

ગોવિંદાએ કહ્યું કે કદાચ ભવિષ્યમાં તે કોઈ બીજી છોકરી સાથે સંબંધ બાંધી શકે છે. તે છોકરી સાથે લગ્ન કરી સકે છે. સુનિતાએ આ માટે તૈયાર રહેવું જોઈએ. તો જ તે સ્વતંત્ર બની શકશે. ગોવિંદાએ એમ પણ કહ્યું કે, "મારી કુંડળીમાં બે લગ્નની શક્યતા છે."

Related News

Icon