Home / Entertainment : The first actress to become Miss India

મિસ ઈન્ડિયા બનનારી પહેલી અભિનેત્રી, જેની સાથે લગ્ન કરવા માંગતા હતા રાજેન્દ્ર કુમાર અને શમ્મી કપૂર

મિસ ઈન્ડિયા બનનારી પહેલી અભિનેત્રી, જેની સાથે લગ્ન કરવા માંગતા હતા રાજેન્દ્ર કુમાર અને શમ્મી કપૂર

ભારતીય હિન્દી સિનેમાની એક અભિનેત્રી, જેની સુંદરતા, સ્મિત અને સરળતાએ દરેકનું દિલ જીતી લીધું હતું. તે ફિલ્મ જગતની રત્ન હતી, જેની તેજસ્વીતા આજે પણ હિન્દી સિનેમાને પ્રકાશિત કરે છે. આ સદાબહાર અભિનેત્રીના અભિનયનો જાદુ એવો હતો કે તે 30 વર્ષ સુધી ફિલ્મફેર એવોર્ડ વિજેતા અભિનેત્રી રહી. 50ના દાયકામાં આ અભિનેત્રી પહેલી મિસ ઈન્ડિયા બની હતી અને વર્ષો પહેલા આ અભિનેત્રીએ સ્વિમસૂટ પહેરીને બધાને ચોંકાવી દીધા હતા. બ્લેક એન્ડ વ્હાઇટના યુગમાં પડદા પર રંગ લાવનાર આ અભિનેત્રીના જીવનમાં એવું શું બન્યું કે તેને પોતાની ફિલ્મ જોવાની મંજૂરી ન મળી અને તેને ફિલ્મના પ્રીમિયરના ગેટ પરથી જ પાછી મોકલી દેવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શાનદાર ફિલ્મી કારકિર્દી અને સફળ લગ્નજીવન હોવા છતાં, આ અભિનેત્રીના જીવનમાં ઘણું દુઃખ અને પીડા હતી. તેની સગી માતાને શું થયું હતું કે માતા અને પુત્રી કોર્ટમાં લડતા રહ્યા? પોતાની બહેન સાથે વધતા સંઘર્ષને કારણે તે 56 વર્ષની ઉંમરે એવો દિવસ આવ્યો કે આ દુનિયા છોડી દેવા માંગતી હતી. આટલી બધી ખ્યાતિ અને નામ હોવા છતાં, આ અભિનેત્રીની એવી કઈ ઇચ્છા હતી, જે તે તેના છેલ્લા દિવસોમાં પૂરી કરી શકી? કાહ્લો તમને આ અભિનેત્રી વિશે જણાવીએ. 

લોકો ટોણા મારતા હતા

21 ફેબ્રુઆરી, 1991.. એટલે કે 34 વર્ષ પહેલાં આજના દિવસે, હિન્દી સિનેમાની એક અભિનેત્રી, જેને લોકો ખૂબ પ્રેમ કરતા હતા, તેણે દુનિયાને અલવિદા કહ્યું. આ એ અભિનેત્રી છે જેને લોકો તેના લુકના કારણે ટોણા મારતા હતા. કહેવાય છે કે જ્યારે સફળતા તમારી સાથે શરૂ થાય છે, ત્યારે દુશ્મનો પણ મિત્ર બનવા લાગે છે. નૂતન સાથે પણ કંઈક આવું જ બન્યું. જ્યારે તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો, ત્યારે જે લોકો તેને કદરૂપી કહીને ટોણા મારતા હતા, તેઓ તેના વખાણ કરતા નહતા થાકતા.

'મુઘલ-એ-આઝમ' ઓફર થઈ હતી

નૂતન મિસ ઈન્ડિયામાં ભાગ લેનાર પ્રથમ અભિનેત્રી હતી. આ સાથે, જ્યારે છોકરીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું, ત્યારે તેણે હિન્દી ફિલ્મોમાં સ્વિમસ્યુટ પહેરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. તે હિન્દી ફિલ્મોમાં સ્વિમસ્યુટ પહેરનારી પહેલી અભિનેત્રી બની. જ્યારે નૂતન 14 વર્ષની હતી, ત્યારે તેને ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'માં અનારકલીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેણે આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.લોકોના ટોણા સાંભળ્યા પછી, તે પોતાને કદરૂપી માનવા લાગી હતી.

પોતાની ફિલ્મ ન જોઈ શકી

નૂતને 'નગીના' ફિલ્મમાં કામ કર્યું છે. તે આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. જ્યારે નૂતન તેના મિત્ર સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચી, ત્યારે તેને થિયેટરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવી. હકીકતમાં, નિયમો અનુસાર, ફક્ત 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો જ A સર્ટિફિકેટ ફિલ્મો જોઈ શકે છે જ્યારે નૂતન તે સમયે માત્ર 15 વર્ષની હતી. આ કારણે તે પોતાની ફિલ્મના પ્રીમિયરમાં હાજરી ન આપી શકી.

16 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

1952માં, નૂતને માત્ર 16 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ બાદ તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને પછી લંડન ગઈ. પાછા આવ્યા પછી, તેણે 'સીમા' ફિલ્મ કરી અને તે પછી તેણે ક્યારેય પાછળ વળીને ન જોયું. આ ફિલ્મ માટે નૂતનને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. પછી તેણે 'પેઈંગ ગેસ્ટ', 'બંદિની', 'અનાડી', 'સુજાતા કર્મા' જેવી ફિલ્મોમાં કામ કર્યું.

સ્વિમસ્યુટ પહેરનાર પ્રથમ અભિનેત્રી

50 અને 60ના દાયકામાં, મહિલાઓ માટે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું એ મોટી વાત માનવામાં આવતી હતી. આવી સ્થિતિમાં, તે જ દાયકામાં, નૂતને સ્વિમસ્યુટ પહેરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અભિનેત્રીએ તેની ફિલ્મ 'દિલ્લી કા ઠગ' માં સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને શોટ્સ આપ્યા હતા.

રાજેન્દ્ર કુમાર અને શમ્મી કપૂર પોતાની પત્ની બનાવવા માંગતા હતા

સંજીવ કુમારના નૂતન પ્રત્યેના પ્રેમ વિશે તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે રાજેન્દ્ર કુમાર અને શમ્મી કપૂર પણ તેને ખૂબ પ્રેમ કરતા હતા. રાજેન્દ્ર કુમારે નૂતનની માતા પાસેથી તેનો હાથ પણ માંગ્યો હતો. પરંતુ શોભના સમર્થે આ સંબંધનો ઇનકાર કર્યો. શમ્મી કપૂર પણ નૂતનને ખૂબ પ્રેમ કરતા હતા. આ પાછળનું એક કારણ એ હતું કે બંને બાળપણથી એકબીજાને ઓળખતા હતા. નૂતનની માતાને તેમના સંબંધ વિશે ખબર પડી અને તેમને કોઈ સમસ્યા નહોતી. પરંતુ કોઈ કારણોસર તેમના લગ્ન ન થઈ શક્યા.

23 વર્ષની ઉંમરે લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે લગ્ન કર્યા

નૂતનના લગ્ન લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે થયા ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી. લગ્ન પછી, તે પોતાની કારકિર્દી છોડવા માંગતી હતી, પરંતુ પછી દિગ્દર્શક બિમલ રોય તેની પાસે 'બંદિની' ફિલ્મની ઓફર લઈને આવ્યા. નૂતને ફિલ્મની ઓફર નકારી કાઢી હતી, પરંતુ જ્યારે તેના પતિ રજનીશે તેને મનાવી લીધી, ત્યારે તે ફિલ્મ કરવા માટે સંમત થઈ ગઈ. આ ફિલ્મ તેના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ ફિલ્મ માટે પણ નૂતનને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

માતા સામે કોર્ટમાં કેસ લડ્યો, વર્ષો સુધી વાત નહોતી કરી

નૂતનને તેની પોતાની માતાએ ફિલ્મોમાં લોન્ચ કરી હતી. પરંતુ બંનેના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેમના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા. નૂતને તેની માતા પર આરોપ લગાવ્યો હતો કે તેણે કમાયેલા પૈસાનો દુરુપયોગ કર્યો હતો અને તેનો ઉપયોગ તેની સંમતિ વિના કર્યો હતો. આ કારણે, તેણે તેની માતા વિરુદ્ધ કોર્ટ કેસ પણ દાખલ કર્યો હતો. વર્ષો સુધી બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ. નૂતન તેની માતા પર એટલી ગુસ્સે હતી કે એકવાર તેણે તેની માતાને ફ્લાઈટમાં જોઈ અને ફ્લાઈટમાંથી ઉતરી ગઈ.

સ્તન કેન્સરથી મૃત્યુ પામ્યા

1990માં, નૂતનને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું. ધીમે ધીમે કેન્સર લીવરમાં ફેલાઈ ગયું અને પછી 1991માં, તેની તબિયત બગડવા લાગી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ 21 ફેબ્રુઆરી 1991ના રોજ, તેણે આ દુનિયાને અલવિદા કહ્યું. છેલ્લા દિવસોમાં નૂતનની તબિયત ખરાબ હતી. તે ચીસો પાડતી અને બૂમો પાડતી રહી. તે દિવસોની રુવાંટી ઉભી કરતી વાર્તા નૂતનની નજીકની મિત્ર લલિતાએ તેના પુસ્તક 'Nutan-Asen Mee.. Nasen Mee' માં વર્ણવી હતી.

Related News

Icon