
'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ્સ મુજબ એક મહિના પછી અક્ષય કુમારની કંપની 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ'એ પરેશ રાવલ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો અને પરેશે સાઇનિંગ અમાઉન્ટ પાછા આપ્યા હતા. પરેશ રાવલના આ નિર્ણયથી અક્ષય કુમાર પણ દુઃખી થયો હતો. હવે આ વિવાદ પર નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ ચૂપ્પી તોડી છે.
સાજીદ નડિયાદવાલા અને અહેમદ ખાનની મધ્યસ્થી
ફિરોઝ નડિયાદવાલાએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે "પરેશ જી સાથે મતભેદ થયા હતા, પરંતુ તે એટલો મોટો વિવાદ નહોતો જેટલો મીડિયામાં ચર્ચાયો હતો. વ્યક્તિગત રીતે અને પ્રોફેશનલ બંને સ્તરે અમારો સંબંધ ગાઢ છે" 'હેરા ફેરી 3'ના વિવાદને દૂર કરવામાં સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર અહમદ ખાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિરોઝે કહ્યું, "મારા ભાઈ સાજિદ અને અહમદ ખાને સતત ચર્ચા કરી. સાજિદે ઘણા દિવસો સુધી ખાનગી રીતે સમય આપીને બંને પક્ષોને એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો." ફિરોઝે કહ્યું, "અક્ષય જી અને મારો સંબંધ 1996થી છે. તેણે પરેશ જીને પાછા બોલાવા અને માહોલને સકારાત્મક બનાવવામાં મદદ કરી. તેમનું વર્તન ખૂબ જ ઉદાર રહ્યું."
આ વર્ષે શરૂ થશે શૂટિંગ
હેરાફેરી-3 ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન કરશે, અને 'હેરા ફેરી 3'ની શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. ફિરોઝની બીજી ફિલ્મ ' ‘Welcome to the Jungle’ની પણ શૂટિંગ ચાલી રહી છે, જેમાં અક્ષય જોવા મળશે.આ સમાચારથી ફેન્સ ખુશ થયા છે, જેમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની આઇકોનિક ત્રિમાસિક 'હેરા ફેરી 3'માં પાછા ફરશે.