
'હેરા ફેરી' (Hera Pheri) બોલિવૂડની સૌથી પ્રતિષ્ઠિત કોમેડી ફિલ્મોમાંથી એક છે. અત્યાર સુધી ફિલ્મના 2 ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે અને હવે નિર્માતાઓ તેના ત્રીજા ભાગની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મનો ત્રીજો ભાગ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. ફેન્સ પણ રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટીને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પરંતુ, આ દરમિયાન 'હેરા ફેરી' (Hera Pheri) ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. 'હેરા ફેરી' અને 'ફિર હેરા ફેરી' સાથે દર્શકોને હસાવનાર ત્રિપુટી હવે તૂટી ગઈ છે અને ફિલ્મના અભિનેતાએ પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે.
'હેરા ફેરી 3' માંથી બહાર થયો પરેશ રાવલ
એક અહેવાલ મુજબ, અભિનેતા પરેશ રાવલે 'હેરા ફેરી' (Hera Pheri) ના ત્રીજા ભાગમાંથી પીછેહઠ કરી છે. આનો અર્થ એ થયો કે હવે પરેશ રાવલ તેના પ્રખ્યાત પાત્ર બાબુરાવથી દર્શકોનું મનોરંજન કરતો નહીં જોવા મળે. આ સમાચારે 'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીના ફેન્સને નિરાશ કર્યા છે. પરેશ રાવલના ફિલ્મમાંથી બહાર નીકળવાનું કારણ નિર્માતાઓ સાથેના ક્રિએટિવ ડિફરન્સ હોવાનું કહેવાય છે. પરેશ રાવલે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે.
'હેરા ફેરી 3' (Hera Pheri 3) માંથી બહાર થવાની પુષ્ટિ કરતા પરેશ રાવલે કહ્યું, "હા, આ સાચું છે. હું હવે 'હેરા ફેરી 3' માં કામ નહીં કરું." પરેશ રાવલે 'હેરા ફેરી'ના બે ભાગમાં 'બાબુરાવ' નું મહત્ત્વપૂર્ણ અને યાદગાર પાત્ર ભજવ્યું છે અને તેનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આજે પણ, તેની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે અને મીમ્સની દુનિયાનો એક અભિન્ન ભાગ પણ છે. આવી સ્થિતિમાં, ફિલ્મમાંથી બહાર નીકળવાનો તેનો નિર્ણય તેના ફેન્સને નિરાશ કરી શકે છે.
'હેરા ફેરી 3' માં બાબુરાવ પરત આવશે?
તમને જણાવી દઈએ કે, 'હેરા ફેરી 3' (Hera Pheri 3) ની જાહેરાત પહેલા અક્ષય કુમાર પણ આ ફિલ્મનો ભાગ નહતો. નિર્માતાઓ સાથે ક્રિએટિવ ડિફરન્સને કારણે તે પણ ફિલ્મમાં જોડાઈ નહતો રહ્યો, પરંતુ પછી તે ફિલ્મનો ભાગ બન્યો. શરૂઆતમાં પ્રિયદર્શન ફિલ્મનું દિગ્દર્શન કરવાનો ઈનકાર કરી રહ્યા હતા, પરંતુ તેઓ ફિલ્મના દિગ્દર્શક તરીકે પાછા ફર્યા અને હવે ફેન્સ માને છે કે નિર્માતાઓ સાથે વાત કર્યા પછી અને ક્રિએટિવ ડિફરન્સ ઉકેલ્યા પછી પરેશ રાવલ પણ ફિલ્મનો ભાગ બની શકે છે. 'હેરા ફેરી 3' (Hera Pheri 3) ના શૂટિંગ વિશે વાત કરીએ તો, ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ નથી થયું. ફિલ્મનું મુહૂર્ત શૂટિંગ થઈ ગયું છે, પરંતુ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થશે.