Home / Entertainment : This super hit actress died at age of 36 and then her first colour film was released

વેલેન્ટાઈન ડે પર થયો હતો આ સુપરહિટ એક્ટ્રેસનો જન્મ, 36 વર્ષની ઉંમરે થયું અવસાન અને પછી રિલીઝ થઈ તેની પહેલી રંગીન ફિલ્મ

વેલેન્ટાઈન ડે પર થયો હતો આ સુપરહિટ એક્ટ્રેસનો જન્મ, 36 વર્ષની ઉંમરે થયું અવસાન અને પછી રિલીઝ થઈ તેની પહેલી રંગીન ફિલ્મ

બોલીવૂડની દિગ્ગજ નાયિકા મધુબાલા માટેના ક્રેઝની વાતો હજુ પણ ફિલ્મી વર્તુળોમાં સાંભળવા મળે છે. મધુબાલા બોલીવૂડની એવી એક્ટ્રેસ હતી જેની સુંદરતા અને એક્ટિંગથી બધા પ્રભાવિત થયા હતા. મધુબાલા સિનેમાની દુનિયામાં એક એક્ટ્રેસ નાયિકા હતી જેનું નામ જ ફિલ્મોને હિટ બનાવતું હતું. આજે મધુબાલાની પુણ્યતિથિ છે. આ ખાસ પ્રસંગે, ચાલો જાણીએ મધુબાલાના જીવનની કેટલીક રસપ્રદ વાતો. વેલેન્ટાઇન ડે પર જન્મેલી આ એક્ટ્રેસે માત્ર 36 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી હતી. પરંતુ મધુબાલા માત્ર 36 વર્ષની ઉંમરે ખ્યાતિના શિખર પર પહોંચવામાં સફળ રહી હતી. મધુબાલાની પહેલી રંગીન ફિલ્મ તેના મૃત્યુ પછી રિલીઝ થઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

70થી વધુ ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવી

મધુબાલાએ તેના 22 વર્ષના કરિયર દરમિયાન લગભગ 70 હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. આ અભિનેત્રીનું 23 ફેબ્રુઆરી, 1969ના રોજ 36 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. મધુબાલાનું સાચું નામ મુમતાઝ જહાં બેગમ દેહલવી હતું, જેણે પાછળથી સ્ટેજ નામ મધુબાલા અપનાવ્યું હતું. મધુબાલાનો જન્મ એક ગરીબ પશ્તુન પરિવારમાં થયો હતો અને તેના માતા-પિતા અતાઉલ્લાહ ખાન અને આયેશા બેગમ હતા. તેના પરિવાર સામે ઘણા પડકારો આવ્યા હતા. મધુબાલાએ પાંચ અને છ વર્ષની ઉંમરે તેની ત્રણ બહેનો અને બે ભાઈઓ ગુમાવ્યા હતા. દુઃખદ વાત એ છે કે, ફક્ત ચાર ભાઈ-બહેનો જ પુખ્તાવસ્થા સુધી બચી શક્યા હતા. પરિવાર નજીકના થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયો હોવાથી, તેઓ ડોક વિસ્ફોટથી બચી શક્યા જેમાં તેમનું ઘર નષ્ટ થઈ ગયું હતું.

ઘરે રહીને જ હિન્દી અને ઉર્દૂ શીખ્યું

મધુબાલા ક્યારેય શાળાએ નહતી ગઈ અને તેના પિતાએ તેને ઘરે જ હિન્દી અને ઉર્દૂ શીખવ્યું હતું. પાકિસ્તાનના પેશાવરમાં ઈમ્પીરીયલ ટોબેકો કંપનીમાં નોકરી ગુમાવ્યા બાદ મધુબાલાના પિતાએ પરિવારને દિલ્હી અને પછી બોમ્બે ખસેડ્યો. મધુબાલાએ નવ વર્ષની નાની ઉંમરે 1942માં આવેલી ફિલ્મ 'બસંત'માં બાળ કલાકાર તરીકે પ્રવેશ કર્યો હતો. તેનું નામ બેબી મુમતાઝ રાખવામાં આવ્યું હતું. ત્યારે આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. મધુબાલાએ આ ફિલ્મથી જ લોકપ્રિયતા મેળવી અને 'રાજપૂતાની', 'ફુલવારી', 'પૂજારી' અને 'ધન્ના ભગ'ત સહિત વિવિધ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. એવું કહેવાય છે કે જ્યારે તે તેના પિતા સાથે એક કાશ્મીરી જ્યોતિષીને મળવા ગઈ હતી, ત્યારે જ્યોતિષીએ આગાહી કરી હતી કે તે ઘણા પૈસા કમાશે પણ તેને ક્યારેય સાચો પ્રેમ નહીં મળે.

પ્રેમનાથ સાથે હતું અફેર 

મધુબાલા અભિનેતા પ્રેમનાથ સાથે સંબંધમાં હતી પરંતુ ધાર્મિક મતભેદોને કારણે તેઓ અલગ થઈ ગયા. તેને 'મુઘલ-એ-આઝમ'ના કો-એક્ટર દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો, જે તે સમયે ખૂબ જ ચર્ચાસ્પદ સંબંધ હતો. તેમની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ દિલીપ કુમારે લગ્ન પછી તેને તેના પરિવાર સાથે કોઈપણ સંબંધ રાખવાની મનાઈ ફરમાવી હતી, જેનો તેણે ઈનકાર કરી દીધો હતો. તેથી તેઓ અલગ થઈ ગયા પણ આનાથી મધુબાલાનું દિલ તૂટી ગયું. બાદમાં તેણે પ્રખ્યાત સિંગર અને એક્ટર કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા. મધુબાલા તેના છેલ્લા થોડા દિવસોમાં એકાંતવાસમાં રહેવા લાગી અને હૃદય સંબંધિત બીમારીઓને કારણે 36 વર્ષની નાની ઉંમરે તેનું અવસાન થયું હતું. તેના મૃત્યુ પછી 1960માં રિલીઝ થયેલી 'મુઘલ-એ-આઝમ' 2004માં ફરી એકવાર કલર પ્રિન્ટ સાથે રિલીઝ થઈ હતી. 

Related News

Icon