
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની સુરક્ષાને લઈને સમાચારમાં છે. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે. હવે સલમાન ખાનની સુરક્ષાને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરતી એક મહિલાની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એક વ્યક્તિએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
સમાચાર એજન્સી ANI અનુસાર, એક મહિલા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે.
20 મેના રોજ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી
PTIના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે બે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. અગાઉ 20 મેના રોજ સલમાન ખાનની બિલ્ડીંગમાં પ્રવેશ કરવા બદલ જીતેન્દ્ર કુમાર સિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જીતેન્દ્ર છત્તીસગઢનો રહેવાસી છે.
https://twitter.com/ANI/status/1925473374492594464
21 મેના રોજ એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી
આ પછી, પોલીસે 21 મેના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવા બદલ એક મહિલાની ધરપકડ કરી હતી. તે મહિલા સલમાન ખાનના ફ્લેટ પર પહોંચી ગઈ હતી. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર, 20 મેના રોજ ધરપકડ કરાયેલા વ્યક્તિને સવારે સલમાન ખાનના ઘરની બહાર તૈનાત પોલીસે અટકાવ્યો હતો. પોલીસે પહેલા તે માણસને ત્યાંથી ચાલ્યો જવા કહ્યું, ત્યારબાદ તે માણસે ત્યાં સીન ક્રિએટ કર્યો હતો. તેણે પોતાનો ફોન જમીન પર ફેંકી દીધો અને તેને તોડી નાખ્યો. આ પછી, તે વ્યક્તિ સાંજે બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિની કાર સાથે અંદર ઘૂસી ગયો.
સાંજે, પોલીસે તે માણસને બિલ્ડિંગમાંથી પકડ્યો. આ પછી તે વ્યક્તિને બાંદ્રા પોલીસને સોંપવામાં આવ્યો. પોતાનો ખુલાસો આપતાં, તે વ્યક્તિએ પોલીસને કહ્યું, "હું સલમાન ખાનને મળવા માંગતો હતો, પરંતુ પોલીસ મને તેને મળવા નહતી દેતી, તેથી હું છુપાવાનો પ્રયાસ કરી રહ્યો હતો." તમને જણાવી દઈએ કે, સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેના પરિવાર સાથે રહે છે.