વર્ષ 2025ની મોટી ફિલ્મોમાંથી એક 'કનપ્પા' છે, જેનું નિર્દેશન વિષ્ણુ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ફેન્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. તે પહેલા, નિર્માતાઓએ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં વિષ્ણુ માંચુ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ અને અક્ષય કુમાર પણ છે.
ફિલ્મનું ટીઝર એક મહિલાથી શરૂ થાય છે, જે કહેતી જોવા મળે છે કે સંકટનો સમય આપણી ખૂબ નજીક આવી ગયો છે અને આપણા કબીલા પર જોખમ છે. તે પછી કેટલાક ઘોડેસવારો પ્રવેશ કરે છે અને યુદ્ધના સંકેતો દેખાય છે. તે પછી, વિષ્ણુ માંચુ પ્રવેશ કરે છે, જે ખૂબ પ્રભાવશાળી લાગે છે. તે પોતાના દુશ્મનોનો નાશ કરતો અને તેના કબીલા માટે લડતો જોવા મળે છે.
5 સેકન્ડમાં છવાઈ ગયો પ્રભાસ
અક્ષય કુમાર પણ થોડી સેકન્ડો માટે દેખાય છે. તે ભગવાન શિવની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીઝરમાં અક્ષયની કોઈ લાઈન નથી. તેથી, તે વાર્તા સાથે કેવી રીતે જોડાયેલ હશે તે હજુ સ્પષ્ટ નથી. 1 મિનિટ 24 સેકન્ડના ટીઝરના અંતે પ્રભાસ 5 સેકન્ડ માટે પણ જોવા મળે છે. તેની 5 સેકન્ડની હાજરી ખૂબ અસરકારક લાગે છે. આ ટીઝરમાં પ્રભાસનો કોઈ ડાયલોગ નથી, પરંતુ તે પોતાની હાજરીથી ઊંડી છાપ પાડતો જોવા મળે છે. તે અક્ષય કુમાર અને વિષ્ણુ માંચુને પણ પાછળ છોડી દેતો હોય તેવું લાગે છે.
તાજેતરમાં, મુંબઈમાં આ ફિલ્મને લઈને એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિષ્ણુ માંચુ અને અક્ષય કુમાર સહિત ફિલ્મ સાથે સંકળાયેલા ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મીડિયાના લોકોને ટીઝર બતાવવામાં આવ્યું હતું. અક્ષયે આ કાર્યક્રમમાં ખુલાસો કર્યો હતો કે શરૂઆતમાં તેણે આ ફિલ્મની ઓફર બે વાર નકારી કાઢી હતી. પરંતુ વિષ્ણુ માંચુએ તેને મનાવી લીઢો અને કહ્યું કે આ ફિલ્મ માટે તે પરફેક્ટ છે. બાદમાં અક્ષયે તેમાં કામ કરવા માટે સંમતિ આપી.
'કનપ્પા' ક્યારે રિલીઝ થશે?
'કનપ્પા' ની રિલીઝ તારીખ પહેલાથી જ નક્કી થઈ ગઈ છે. આ ફિલ્મ 25 એપ્રિલે થિયેટરમાં આવવા જઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે. એમ. મોહન બાબુ પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા છે. તેમણે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.