બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક દિવસોથી તેના છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય અને તેના પતિ અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની ખબર આવી રહી છે. આ દરમિયાન ઐશ્વર્યા રાયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાયે પોતાના નામમાંથી બચ્ચન સરનેમ હટાવી દીધી છે. જોકે આ સંપૂર્ણપણે સાચું નથી. આવો જાણીએ આ વાયરલ દાવાની સત્યતા.

