બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો 'મન્નત' ખૂબ આલીશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચાહકો તેના બંગલે તેની એક ઝલક મેળવવા આવતા હોય છે. શાહરૂખ પણ તેને નિરાશ કરતો નથી. ચાહકો તેની એક ઝલક મેળવીને ખુશખુશાલ થઇ જાય છે. આ બંગલો તેના માટે ખૂબ ભાગ્શાળી છે તેવું એ ઘણી વખત કઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં શાહરૂખ ખાનને આ બંગલાને લઈને કરોડો રૂપિયા મળવાના છે.

