ઘિબલી સ્ટાઇલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, AI એ હવે એક નવું ફીચર રજૂ કર્યું છે. હવે AI એ આગાહી કરી છે કે આજના બોલિવૂડ સ્ટાર્સ 80 વર્ષના થશે ત્યારે કેવા દેખાશે. AI Meme Nation એ ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાન, કરિશ્મા કપૂર, પ્રીટિ ઝિંટા, ઋત્વિક રોશન, કરીના કપૂર અને રણવીર સિંહનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કલાકારોને 80 વર્ષના વૃદ્ધ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ AI જનરેટેડ વીડિયો ક્લિપની શરૂઆત વૃદ્ધ કરીના કપૂર સાથે થાય છે, જે ટૂંકા સફેદ વાળમાં અને ગ્રે સૂટમાં જોવા મળે છે. કરીનાનો આ લુક 80ના દાયકાની હિરોઈન ઝીનત અમાન જેવો લાગે છે. કાળા અને ભૂખરા વાળવાળો વૃદ્ધ શાહરૂખ લાલ આઉટફિટમાં ખૂબ જ સારો લાગે છે. તેના સ્મિત સામે અભિનેતાની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેના ફેન્સ તેને આ અંદાજમાં જોઈને ખુશ છે. આ AI જનરેટેડ કવીડિયોમાં પ્રીટિ ઝિંટા પણ છે જેણે પ્રિન્ટેડ ગુલાબી ડ્રેસ પહેર્યો છે. તેને બગીચામાં ચાલતી જોઈ શકાય છે.
આ વીડિયોમાં રણવીર સિંહ પણ છે જે 80 વર્ષની ઉંમરે પણ રંગબેરંગી કપડા પહેરેલો જોઈ શકાય છે. કરિશ્મા કપૂર વૃદ્ધ મહિલા જેવી લાગે છે. તે ખુરશી પર બેઠેલી જોવા મળે છે. ઋતિક રોશનના લુકમાં બહુ ફેરફાર નથી. ચહેરા પર થોડી કરચલીઓ છે.
ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, 'પ્રીટિ ઝિંટા ક્યૂટ લાગી રહી છે', બીજા યુઝરે લખ્યું, 'શું તમે પ્રીટિ ઝિંટાનો બાળપણનો વીડિયો બનાવી શકો છો', અન્ય એક યુઝરે લખ્યું, 'રણવીર સિંહ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવો દેખાઈ રહ્યો છે', એક યુઝરે કમેન્ટ કરી કે તે માધુરી દીક્ષિત અને કરણ જોહરને પણ આ રીતે જોવા માંગે છે.