
- સિનેમા એક્સપ્રેસ
- 62 વર્ષની ગ્લોબલ સ્ટાર ટોમ ક્રુઝ આપણી ખાન ત્રિપુટીના સમકાલીન અને લગભગ હમઉમ્ર છે. સૌની કરીઅર સમાંતરે વિકસી છે
સાચ્ચે, ટોમભાઈ એટલે ટોમભાઈ. ટોમ ક્રુઝને આપણે ભાઈ કહેવાનો ઉમળકો થાય છે, કેમ કે ભારતીય ઓડિયન્સને, ટુ બી પ્રિસાઇઝ, અંગ્રેજી ફિલ્મો જોતા ભારતીય દર્શકોને ટોમ ક્રુઝ એકદમ સલમાનભાઈ અને શાહરૂખભાઈ જેવા જ પોતીકા લાગે છે. ટોમ ક્રુઝની ઉંમર હાલ ૬૨ વર્ષ છે. સિક્સ્ટી પ્લસ હોવા છતાં મિશન ઇમ્પોસિલબલ: ધ ફાઇનલ રેકનિંગ નામની એમની લેટેસ્ટ ફિલ્મમાં એમણે કરેલા કરતબ જોઈ લો. ટાઇગર શ્રોફ જેવા જુવાનિયાને પણ ચક્કર આવી જાય. અફ કોર્સ, ટોમભાઈ પોતાની ફિલમોમાં અજબગજબના સ્ટંટ સીન્સ કરે ત્યારે કમ્પ્યુટર ગ્રાફિક્સનો ભરપૂર ઉપયોગ થતો જ હોય છે, પરંતુ આ પરિબળને ઘ્યાનમાં લઈએ તો પણ એ જે પ્રકારનાં જોખમો ઉઠાવે છે તે જોઈને આફરીન પોકાર્યા વગર ન રહી શકાય.
ટોમ ક્રુઝ એ હીરો છે, જેણે કોરોના લોકડાઉનને કારણે ઢીલા પડી ગયેલા હોલિવુડને પાછું ધમધમતું કરી દીધું હતું (થેન્ક્સ ટુ ટોપગન: મેવરિક). ચાર્મ અને કરિશ્માના મૂતમંત સ્વરૂપ જેવા ટોમ ક્રુઝને અમસ્તા જ ધ લાસ્ટ સુપરસ્ટારનું બિરુદ નથી મળ્યું.
ચડતીપડતી તો, અલબત્ત, ટોમ ક્રુઝે પણ જોઈ છે. જેમ કે એની એજ ઓફ ટુમોરો (૨૦૧૪) નામની ફિલ્મ ચુપચાપ રિલીઝ કરી દેવામાં આવી હતી. ટોમ ક્રુઝ જેવા ટોચના મેગા સ્ટારની ફિલ્મો સામાન્યપણે ખૂબ બધી ગ્લોબલ હાઈપ વચ્ચે રિલીઝ થતી હોય છે. એજ ઓફ ટુમોરોના કેસમાં એવું ન બન્યું, કેમ કે મિશન ઈમ્પોસિબલ - ઘોસ્ટ પ્રોટોકેલ (૨૦૧૧) પછીની એમની છેલ્લી ત્રણેય ફિલ્મો - રોક્ ઓફ એજીસ, જેક્ રિચર (બન્ને ૨૦૧૨) અને ઓબ્લિવિયન - (૨૦૧૩) ખાસ ચાલી નહોતી.
ટોમ ક્રુઝ આપણા શાહરુખ ખાન-સલમાન ખાન-આમિર ખાનના સમકાલીન છે. ખાન ત્રિપુટી કરતાં ટોમભાઈ બે-ચાર વર્ષ મોટા હશે, પણ સૌની કરીઅર સમાંતરે વિક્સી થોડાં વર્ષો પહેલાં સમાચાર આવ્યા હતા કે શાહરુખ ખાન, ટોમ ક્રુઝ કરતાંય વધારે ધનિક્ છે, યાદ છે? તે વાતમાં સાચુંખોટું કેટલું હતું એ તો સિનેમાદેવ જાણે, બાકી આંતરરાષ્ટ્રીય સ્તરે ટોમ ક્રુઝની જે લોકપ્રિયતા અને સ્ટાર પાવર છે એની સામે શાહરૂખની કેઈ વિસાત નથી.
વચ્ચે એક તબક્કો એવોય આવ્યો હતો કે હોલિવુડમાં ચર્ચા ચાલતી હતી કે ટોમ ક્રુઝનો કરિશ્મા ખતમ થઈ ગયો છે યા તો ખતમ થઈ રહૃાો છે કે શું?
ક્યારેક અપ, ક્યારેક ડાઉન
આવી ચર્ચા શરૂ થવાના ત્રણેક કારણો હતા. એક્ તો, ટોમભાઈ સાયન્ટોલોજી નામના કેઈ ભેદી સંપ્રદાયના ચેલો બની ગયા છે. સંભવત: આજે પણ છે. ટોમનું કહેવું હતું કે આ સંપ્રદાયની કંઠી બાંઘ્યા પછી જ મારી ડિસ્લેક્સિયાની બીમારી ('તારે જમીં પર'ના પેલા ટેણિયાને જે બીમારી લાગુ પડી હતી તે) દૂર થઈ છે, તો હું શું કમ સાયન્ટોલોજીમાં શ્રદ્ધા ન રાખું? ટોમનું સાયન્ટોલોજી સાથેનું અસોસિએશન અમેરિકા-યુરોપના ખ્રિસ્તીધર્મીઓને જરાય ગમ્યું નથી. ઈવન એની બીજી પત્ની નિકોલ કિડમેને પણ ડિવોર્સ લેવાના મુખ્ય કારણ સાયન્ટોલોજીને ગણાવ્યું હતું.
બીજી ઘટના બની ૨૦૦૫માં હની હતી. મશહૂર ચેટ શો હોસ્ટ ઓપ્રા વિન્ફ્રેના શોના પોપ્યુલર ટીવી શોમાં ટોમ 'વોર ઓફ ધ વર્લ્ડર્'નું પ્રમોશન કરવા ગયો હતો. એ જ અરસામાં એ ક્ેટી હોમ્સ નામની નટીના પ્રેમમાં હતા. ઓપ્રાએ એને કેટી વિશે પૂછયું ને ફોર્ટી પ્લસ ટોમભાઈ ફોર્મમાં આવીને હાં હાં... મૈં કેટી સે મહોબ્બત કરતા હૂં... કહીને માંડયા સોફા પર કૂદકા મારવા. એકદમ સ્પોન્ટેનિયસ મોમેન્ટ હતી આ. ઓપ્રા અને ઓડિયન્સ ઘડીભર તો હેબતાઈ ગયાં - ટોમને ઓચિંતા આ શું થઈ ગયું? ને બીજી જ ક્ષણે સૌએ ચિચિયારીઓ કરીને વધાવી લીધો.
ટોમ કે ઓપ્રા બેમાંથી કોઈએ ક્લ્પના સુદ્ધાં કરી નહોતી કે આ ચેષ્ટા હોલિવૂડના ઈતિહાસની સૌથી ક્ષોભજનક્ ક્ષણોમાંની એક તરીકે અંકિત થઈ જશે. ટોમના આ વર્તન વિશે એટલું બધું લખાયું છે અને ચર્ચાયું છે કે જમ્પિંગ ઓન ધ કાઉચ નામનો આધુનિક્ રુઢિપ્રયોગ અંગ્રેજી ભાષામાં શામિલ કરવો પડયો. જમ્પિંગ ઓન ધ કાઉચ એટલે ખુશીથી પાગલ થઈ જવું!
અધૂરામાં પૂરું પેરેમાઉન્ટ સ્ટુડિયોએ ટોમની પ્રોડકશન ક્ંપની સાથેનો ૧૪ વર્ષનો કેન્ટ્રાકટ ટમનેટ કરી નાખ્યો. શા માટે? જાહેર જીવનમાં ટોમ ક્રુઝનું વર્તન જોખમી બની ગયું હતું એટલે! આનો સીધો અર્થ એ થયો કે માત્ર તમે બોકસઓફિસ પર કેટલાક પૈસા કમાવી આપો છે એટલું જ મહત્ત્વનું નથી, તમારી પબ્લિક્ ઈમેજ કેવી છે તે પણ એટલું જ અગત્યનું છે!
ટોમ ક્રુઝનો બીજો થોડો વાંક પણ હતો. કરીઅરની શરૂઆતમાં એમની ફિલ્મોની પસંદગી ક્માલની હતી. ટોમ ગન જેવી એક્શન-ઓરિએન્ટેડ ફિલ્મથી સુપરસ્ટાર પદે પહોંચ્યા પછી એણે બોર્ન ઓન ધ ફોર્થ ઓફ જુલાઈ જેવી ઓફબીટ ફિલ્મમાં અપંગ સોલ્જરનો અદભુત અભિનય કર્યો હતો. માટન સ્કોર્સેઝીની ક્લર ઓફ મનીમાં પોલ ન્યુમેન સામે સેકન્ડ હીરો બન્યા હતા, રેઈન મેનમાં ડસ્ટિન હોફમેન સામે સેકન્ડ લીડ કરી હતી અને અ ફયુ ગુડ મેનમાં જેક નિકલસનનો પણ મુકબલો કર્યો હતો. આ તમામ ફિલ્મોએ ટોમની જબરદસ્ત આભા ઊભી કરવામાં અને એના બાયોડેટાને સમૃદ્ધ બનાવામાં ખૂબ મોટું કામ કર્યું હતું. ક્મનસીબે છેલ્લાં ક્ેટલાંક્ વર્ષોથી એ મિશન ઈમ્પોસિબલ જેવી એક્શન ફિલ્મો અને વોર ઓફ ધ વર્લ્ડ્ઝ અને એજ ઓફ ટુમોરો જેવી સાયન્સ ફિકશનના રવાડે ચડી ગયા છે.
ખેર, ટોમભાઈના કટ્ટર ચાહકોને અને સ્ટીવન સ્પિલબર્ગ જેવા ફિલ્મમેક્રોને એનામાં ભરપૂર શ્રદ્ધા છે કે આ માણસમાં ધરબાયેલો અભિનેતા ગમે ત્યારે પાછો ત્રાટકશે. ટચવૂડ!