સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ગુજરાત સરકાર સામે ઉંચી અવાજે માગણી ઉઠાવી છે કે રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત બનાવનાર કાયદો તાત્કાલિક અસરથી રદ્દ કરવો જોઈએ. તેમનું માનવું છે કે આ કાયદો વાસ્તવિકતાથી પર છે અને સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે.ધીરુ ગજેરાએ જણાવ્યું કે, "શહેરી વિસ્તારોમાં વાહનચાલન ઓવર સ્પીડમાં થતું નથી. એક કિલોમીટરના અંતરમાં ત્રણથી ચાર ટ્રાફિક સિગ્નલ આવી જાય છે, જ્યાં વાહનો અવરજવર કરતાં વધુ સમય રોકાતા હોય છે. આવી સ્થિતિમાં હેલ્મેટ ફરજિયાત કરવો એ સામાન્ય નાગરિકો પર અન્યાય સમાન છે."

