
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે મોદી સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી છે. એવામાં મિડલ ક્લાસને આજે મોંઘવારી વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયાના વધારાનો અમલ 8 એપ્રિલથી લાગુ થઈ જશે.
https://twitter.com/ANI/status/1909183305419010272
હાલમાં, સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર ૧૯.૯૦ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૫.૮૦ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરી રહી છે. આ વધારા પછી પેટ્રોલ પર પ્રતિ લિટર 21.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 17.80 રૂપિયા ડ્યુટી લાગુ પડશે.
હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ૯૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૭ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. એક્સાઇઝ ડ્યૂટીમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલ પર વેટ અને સેસ પણ વધશે. આના આધારે નવા ભાવ જાહેર થશે.
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. નવા ભાવ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઈ શકે છે.