
Gujarat Bogus arms license case: રાજ્યમાં મોટાપાયે ચાલતા બોગસ હથિયાર કૌભાંડ મામલે ATS દ્વારા ધરપકડ કરાયેલ 16 આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. આરોપી સૌકતઅલી એજન્ટનો સંપર્ક કરાવી અનાગલેન્ડથી ઓલ ઈન્ડિયા લાયસન્સ મેળવી અપાવતો હતો.
ATS એ 16 આરોપીઓને કોર્ટમાં કર્યા રજૂ
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ લાઇસન્સના આધારે હથિયાર મેળવવાનું મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યું હતું. જેમાં ગુજરાત ATSએ તપાસનો ધાંધમાત શરૂ કરતાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. થોડા દિવસ પહેલા જ મુખ્ય આરોપી સોકત અલીની સાથે અન્ય 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આરોપી શોકતઅલી સૈયદના 14 દિવસના રીમાંડની માંગ કરવામાં આવી હતી અને અન્ય 15 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. આરોપી પક્ષે બચાવ પક્ષની રજુઆત હતી કે, હોમ ડિપાર્ટમેન્ટની સાઇટ પર હથિયાર પરવાના મેળવવાની કાયદેસર પ્રક્રિયા હાથ ધરેલી છે.
ATSએ ફરિયાદીની ઓળખ રાખી સુપર સિક્રેટ
ATS એ ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખી છે અને આરોપી સૌકતઅલીએ એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. નાગાલેન્ડથી ઓલ ઇન્ડિયા લાયસન્સ મળે છે. જ્યારે લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં ગુજરાતનું જ લાયસન્સ મળે છે. કેટલાક હથિયાર ધારકોએ નાગાલેન્ડથી ગુજરાત ટ્રાન્સફર કરાવેલું છે. જો કે, કોર્ટ દ્વારા શૌકત અલીના ૧૯ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે જ્યારે અન્ય આરોપીઓના 14 તારીખ સુધીના દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.