
સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા માતા પિતાનું ઋણ ચુકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદભૂત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પરિવાર માટે સૌથી વધારે આનંદ અને ખુશી ની અનુભુતિ મેળવવા નો એક અનોખો વંદન પ્રોગ્રામ જ્યાં જન્મ જન્મ ના સંબંધો બને છે. ભગવાનના રૂપમાં રહેલા માતા અને પિતાના આંસુઓમાં પવિત્ર જળ માં એના બાળકો સ્નાન કરે છે.
2 હજાર લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો
સમાજને એક કરવા અને તૂટેલા પરિવારોને એક કરવા માટેની પહેલની સાથે વંદન કરવામાં આવ્યાં હતાં. ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ. મેરા કુંભમેળા કા સ્નાન મેરે માતા પિતા કે ચરણો મે તેવી વાત કરવામાં આવી હતી. વંદન એ પરસ્પર અણબનાવ અને મતભેદને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયાસ છે. વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 300+ પરિવાર ના 2000થી પણ વધારે વ્યકિતઓ એ ભાગ લીધો હતો. આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચુકવી નથી શકતા, જીવનમાં આ વસવસો રહી જાય છે. જીવનમાં માતાપિતા એ દીકરા દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે. માતાપિતાએ જે આપણા માટે કર્યું છે. જેનું ઋણ આપણે ક્યારેય ચુકવી નથી શકતા, ત્યારે વંદન ઉત્સવ દ્વારા એ ઋણ અદા કરવાનો પ્રયાસ પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો.
માતા-પિતાનું અભિવાદન કરાયું
ખરેખર પરમાત્મા ત્યાં હાજર હોય તેવા અહેસાસનો અનુભવ આવનાર લોકો ને થયો હતો. પ્રોગ્રેસ અલાયન્સ બિઝનેસમેનના જીવન ના દરેક ક્ષેત્ર પર કામ કરે છે, ત્યારે માતાપિતા કેમ બાકી રહી જાય? ત્યારે માતા પિતાનું ઋણ જાણીને તેમનો આભાર વ્યકત કરવાના ઉદ્દેશ્ય સાથે વંદન ઉત્સવ જેવા અદભૂત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ વંદન ઉત્સવમાં 300+ બિઝનેસમેનોએ ભાગ લીધો અને પોતાના માતાપિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકીએ એવા સક્ષમ બનાવવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી, અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતાપિતાનું અભિવાદન કર્યું હતું.