
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં એક ખેડૂત પોતાની કાયદેસર જમીન માટે ન્યાય મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. અરજદારની માલિકીની જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો કરી લીધો છે. ખેડૂતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી માંડીને ગાંધીનગર સુધી અનેક અરજીઓ કરી છે. પરંતુ હજુ સુધી તેમને કોઈ ન્યાય મળ્યો નથી. અરજદાર સ્પષ્ટ કહે છે કે તેઓ પોતાનો અધિકાર માગી રહ્યા છે.
અરજદારનો આરોપ છે કે જ્યારે તેઓ અધિકારીઓને મળવા જાય છે, ત્યારે તેમને કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. કબજો કરનારા લોકોના પ્રભાવને કારણે તંત્ર પણ કોઈ કાર્યવાહી કરતું નથી. ખેડૂતે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે. તેમની માંગ છે કે ગેરકાયદેસર કબજો કરનારા લોકો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે. જો ન્યાય નહીં મળે તો તેઓ ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કરશે.