Home / Entertainment : Chitralok: Fatima Sana Shaikh spill the beans about bollywood

Chitralok: ફાતિમા સના શેખના બોલિવુડ સિક્રેટ્સ 

Chitralok: ફાતિમા સના શેખના બોલિવુડ સિક્રેટ્સ 

'હૈદરાબાદમાં તો નાના પ્રોડયુસરો કાસ્ટિંગ કાઉચની ચર્ચા એવી રીતે કરતા જાણે આ એક રુટિન બાબત હોય.'

દંગલમાં પોતાના બ્રેકથુ્ રોલથી પ્રસિદ્ધ થયેલી બોલીવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ ક્યારેય ઉદ્યોગની અપેક્ષાઓ સામે ઝૂકી નથી. તાજેતરમાં એક નિખાલસ મુલાકાતમાં ફાતિમાએ બોલિવુડની ચમક-દમકાના પડ ઉખેડી નાખ્યા હતા. એના જ શબ્દોમાં સાંભળીએ: 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેં શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી છે. મને યાદ છે, હું તે વખતે અંદરથી નાખુશ હતી. એક બાળ કલાકાર તરીકે મારે વધુ સમય કામ કરવું પડતું. હું સ્કૂલને બહુ જ મિસ કરતી. 

મેં ટીવી પર શરુઆતમાં કામ કર્યું છે. અમને મળતા વળતરમાં ઘણીવાર મહિનાઓનો વિલંબ થતો. ટીવીમાં ત્રણથી ચાર મહિને તમારા પૈસા મળે, પણ હાજરી તો રોજ આપવી પડતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં જુનિયર કલાકારોના સમય અને પ્રયાસનું શોષણ કરવામાં આવતું. પંદર વર્ષની વયે મને હજારથી પંદરસો રૂપિયા મળતા, જે એ સમયે નોંધપાત્ર રકમ હતી, પણ હવે તેને સમજાય છે કે જુનિયર કલાકારોને નિયમિત રીતે ઓછું વળતર અપાતું અને તેમની સાથે છેતરપિંડી થતી.

કાસ્ટિંગ કાઉચ વિશે તો શું કહું?

કાસ્ટિંગ કાઉચ વિશે તો શું કહું? મને એક ફાતિમાએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના એજન્ટનો ખરાબ અનુભવ થયો હતો. એ કહ્યા કરતો કે રોલ જોઈતો હોય તો 'બધું જ' કરી છૂટવું પડે. હું જાણી જોઈને જાણે કશું સમજતી નથી એવો ઢોંગ કરતી. હૈદરાબાદમાં  તો નાના પ્રોડયુસરો ખુલ્લેઆમ કાસ્ટિંગ કાઉચની ચર્ચા એવી રીતે કરતા જાણે આ એક રુટિન બાબત હોય. મને કહેવામાં આવતું કે અહીં  તારે ઘણા લોકોને મળવું પડશે. તેનો ઈશારો અમુક વર્તુળોમાં થતા કાસ્ટિંગ કાઉચ તરફ હતો. 

મારા આવનારા પ્રોજેક્ટ્સની વાત કરું તો આર. માધવન સાથે 'આપ જૈસા કોઈ' નામની રોમેન્ટિક ફિલ્મ છે. 'મેટ્રો ઈન દિનો'માં મેં દિગ્દર્શક અનુરાગ બાસુ સાથે ફરી કામ કર્યું. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અનુપમ ખેર જેવાં કલાકારો પણ છે. 

 'ન્યાય' સાથે ઓટીટીમાં પણ ડેબ્યુ

હું 'ન્યાય' સાથે ઓટીટીમાં ડેબ્યુ પણ કરી રહી છે. વાસ્તવિક ઘટનાઓ પર આધારીત આ સિરીઝમાં એક ધર્મગુરુની જાતીય સતામણીનો ભોગ બનેલી ૧૭ વર્ષની છોકરીની ન્યાય માટે લડતની વાર્તા છે. આ ફિલ્મમાં એક પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવું છું. ઓટીટી પર પાત્રોને વધુ છૂટ મળતી હોવાથી તેના લેખનમાં વધુ ઊંડાણ હોય છે.

'ઉલ ઝલૂલ ઈશ્ક'માં નસીરુદ્દીન શાહ અને વિજય વર્મા જેવા કલાકારો સાથે કામ કરવાની બહુ જ મજા આવી. તેઓ નવા કલાકારોને નર્વસની લાગણી નથી થવા દેતા. એનાથી વિપરીત તેઓ નવા કલાકારોને ઉત્તમ પરફોર્મન્સ આપવા પ્રોત્સાહિત કરે છે.

મારે ભવિષ્યમાં ઈમ્તિયાઝ અલી, રાજકુમાર હિરાણી અને અનુરાગ કશ્યપ જેવા દિગ્દર્શકો સાથે કામ કરવા માગે છે. રોમેન્સ, ડ્રામા અને સામાજિક કથાનક ધરાવતી ફિલ્મો સાથે ૨૦૨૫મું વર્ષ મને ફળશે એવું લાગે છે. ઓલ ધ બેસ્ટ, ફાતિમા. 

 

Related News

Icon