વડોદરાના ગજારા વાડી વિસ્તારમાં સુવેજ પમ્પિંગ સ્ટેશન પાછળ કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે કચરો ડમ્પ કરવામાં આવ્યો હતો, અને અચાનક આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
આગની જ્વાળા એક કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. જેના કારણે નજીકના રહેણાંક વિસ્તારોમાં આગ ફેલાવાની ભીતિ વધી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે નજીકના રહેણાંક વિસ્તારોમાં આગ ફેલાતી અટકાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.