કેરળના કોઝિકોડમાં બેપોરના દરિયાકાંઠે એક માલવાહક જહાજમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. સિંગાપોર-ધ્વજ ધરાવતું આ કન્ટેનર જહાજ 270 મીટર લાંબુ છે. આ જહાજ કર્ણાટકથી મુંબઈ તરફ આગળ વધી રહ્યું હતું. જહાજમાં આગને પગલે અનેક વિસ્ફોટો થયા છે. આ વિસ્ફોટોને પગલે જહાજમાં ગોઠવેલા અનેક કન્ટેનરો દરિયામાં પડી ગયા છે.

