Home / Gujarat / Devbhoomi Dwarka : Scam worth crores of rupees in registration of old fishing boats by making fake bills caught

Dwarka news: નકલી બિલ બનાવી જૂની માછીમારી બોટોની નોંધણી અંગેનું કરોડોનું કૌભાંડ ઝડપાયું

Dwarka news: નકલી બિલ બનાવી જૂની માછીમારી બોટોની નોંધણી અંગેનું કરોડોનું કૌભાંડ ઝડપાયું

Dwarka news: દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જીની ટીમે બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કોભાંડ ઝડપી પાડ્યું છે. જેને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. આ આખા કૌભાંડમાં ત્રણ કરોડનું કૌભાંડ આચરાયું છે. જેમાં કુલ 93 લોકો સામે ગુનો દાખલ થયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, નકલી બિલ બનાવી કરોડોનું કૌભાંડ આચરવાની ગંધ આવતા દ્વારકા એસઓજીઓની ટીમે આખું કૌભાંડ ઝડપ્યું છે. 

પોલીસને મળેલ બાતમીને આધારે મ ઓખામાાં આવેલ આર. કે. બાંદર ખાતે માછીમારી બોટોના ફિશરીઝ વભાગને લગતા કામ કરતા ખાનગી એજન્ટો નાં. (૧)“રેહમત નફશીંગ કન્સલટીંગ” નામની ઓફિસ ધરાવતો શાફીન સબ્બર ભાઇ ભટ્ટી રહે. ઓખા, તથા નાં. (2) ‘‘રામદૂત ઝેરોક્ષ” નામની ઓફિસ ધરાવતો સુનિલ મનસુખભાઇ નનમાવત, રહે. ઓખા, નવી નગરી, તા.ઓખા માંડળ, જી.દેવભૂમિ દ્વારકા વાળા બન્ને શખ્સો અલગ અલગ માછીમારી બોટ માલિકો સાથે મળી જૂની માછીમારી બોટ  અથવા બિલ વગર ખરીદાયેલ માછીમારી બોટના તથા એન્જિન ખરીદીના બનાવટી બિલો બનાવી, ખોટા સોગાંદનામાઓ ઉભા કરી ગેરકાયદે જૂની માછીમારી બોટના નવા કોલ, લાયસન્સ કાઢી આપી કરોડોનુ કૌભાાંડ કરતા ઝડપાયા છે. 

આ સમગ્ર કૌભાંડમાં અંદાજે કુલ ત્રણ કરોડનું કોભાંડ આચરવામાં આવેલું હોવાથી કુલ 93 લોકો સામે ગુન્હો નોંધાયો છે. હાલ બે એજન્ટ તેમજ 9 માછીમારો મળીને કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે ઓખા મરિન પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Related News

Icon