હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરુઆતથી જ તબાહી જોવા મળી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. કુલ્લુ જિલ્લામાં ચાર જગ્યાએ વાદળ ફાટતાં ભારે તબાહી થઈ છે. ત્યારે કુલ્લુ બાદ હવે કાંગડાથી મોટા સમાચાર આવ્યા છે અને ત્યાં એક હાઇડ્રો પ્રોજેક્ટ નજીક ખડ્ડમાં ફ્લેશ ફ્લડ આવવાથી 15થી 20 શ્રમિક તણાઈ ગયા છે. ધર્મશાળાથી ભાજપના ધારાસભ્ય સુધીર શર્માએ તેની પુષ્ટિ કરી છે.

