અમેરિકામાં ભારતીય મૂળના એક યુવક પર ફ્લાઈટમાં યૌન શોષણનો આરોપ લાગ્યો છે. અહેવાલો અનુસાર, 36 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિએ ડોમેસ્ટિક ફ્લાઇટમાં સાથી મુસાફર સાથે આવું કૃત્ય કર્યું. મોન્ટાનાના ફેડરલ પ્રોસિક્યુટર કર્ટ એલ્મે ત્રીજી એપ્રિલના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ભાવેશકુમાર શુક્લા પર મોન્ટાનાથી ટેક્સાસ જતી ફ્લાઇટમાં sexual assault (યૌન શોષણ)નો આરોપ છે.'

