
મોટાભાગના લોકોને ચોકલેટ મિલ્કશેક પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તે ખૂબ ભાવે છે. તે બનાવવું પણ એકદમ સરળ છે. આજે અમે તમને ચોકલેટ મિલ્કશેક બનાવવાની એક સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે ઘરે જ હોટલ જેવું ચોકલેટ મિલ્કશેક બનાવી શકો છો.
જો તમારી ઘરે અચાનક કોઈ મહેમાન આવી ગયા હોય અને તમે તેમને ચા-કોફી કરતા કઈંક અલગ સર્વ કરવા માંગતા હોવ તો તેમને ઠંડુ ચોકલેટ મિલ્કશેક આપી શકો છો. તેનો સ્વાદ એટલો અદ્ભુત હશે કે મહેમાનોને તે જરૂર પસંદ આવશે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત.
સામગ્રી
- ઠંડું દૂધ - 4 કપ
- ચોકલેટ સીરપ - 8 ચમચી
- વેનીલા આઈસ્ક્રીમ - 4 સ્કૂપ
- કોકો પાવડર -1 ચમચી
- ખાંડ (જો ચોકલેટ સીરપ મીઠું ન હોય તો)
- ચોકલેટ ચિપ્સ અથવા છીણેલી ચોકલેટ -ગાર્નિશિંગ માટે
- આઈસ ક્યુબ્સ
બનાવવાની રીત
- ચોકલેટ મિલ્કશેક બનાવવા માટે, સૌ પ્રથમ ઠંડુ દૂધ, ચોકલેટ સીરપ, વેનીલા આઈસ્ક્રીમ (2 સ્કૂપ), ખાંડ અને કોકો પાવડર મિક્સર જારમાં નાખો.
- હવે આ બધું બ્લેન્ડ કરીને સ્મૂધ અને ફોમી શેક તૈયાર કરો.
- જો તમને ઠંડુ જોઈતું હોય, તો તેમાં બરફ ઉમેરો અને ફરીથી બ્લેન્ડ કરો.
- હવે તેને સર્વિંગ ગ્લાસમાં રેડો.
- તેની ઉપર એક સ્કૂપ આઈસ્ક્રીમ મૂકો.
- આ પછી, શેકને ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરો.
- જો તમે ઈચ્છો તો, તમે ઉપર થોડી છીણેલી ચોકલેટ અથવા ચોકલેટ સ્પ્રિંકલ્સ પણ ઉમેરી શકો છો.
- તૈયાર છે ચોકલેટ મિલ્કશેક. તેને ઠંડુ-ઠંડુ સર્વ કરો.