Rajkot news: રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં વન વિભાગના અધિકારી નિહારિકા પંડયાએ તેતર પક્ષીને બચાવી લઈને તેનો શિકાર કરનાર બે વ્યકિતઓને ઝડપી લીધા હતા. ધોરાજીના ફરેણી ગામની સીમમાં તપાસ કરવા ગયેલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડયાને બે વ્યકિત પર શંકા જતા તેઓની તપાસ કરતા ઘટનાસ્થળેથી બે તેતર પક્ષી અને એક નાનું બચ્ચું મળી આવ્યું હતું. જેથી આ શખ્સોને ઝડપી લઈ તેઓની સામે વન્ય પ્રાણીની અધિનિયમ હેઠળ ગુનો નોંધી 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

