Home / Gujarat / Surat : ED enters Dabba Trading and Online Gaming Scam

Surat News: ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગ કૌભાંડમાં EDની એન્ટ્રી, 948 કરોડથી વધુના વ્યવહારોના ખુલાસા

Surat News: ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગ કૌભાંડમાં EDની એન્ટ્રી, 948 કરોડથી વધુના વ્યવહારોના ખુલાસા

સુરત શહેરમાં ચર્ચાસ્પદ બનેલા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગ કૌભાંડની તપાસ હવે Enforcement Directorate (ED) તરફ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કૌભાંડમાં રૂપિયા 948 કરોડથી વધુના નાણાકીય વ્યવહારોના ચોંકાવનારા ખુલાસા થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

5 દિવસના આરોપીઓના રિમાન્ડ

અહિયાં સુધીની કાર્યવાહી દરમિયાન SOG (Special Operation Group) પોલીસે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે. તપાસ દરમિયાન આરોપીઓના વિદેશમાં કરાયેલા રોકાણ, આંગડિયા અને બેંક ટ્રાન્ઝેક્શન્સ, બેંક કીટ અને સીમકાર્ડ જેવા મુદ્દાઓ પર ત્વરિત તપાસ હાથ ધરાઈ છે.

મોટા માથાઓની સંડોવણીની આશંકા

તપાસ સંસ્થાઓ માની રહી છે કે આ રેકેટની પછાડી વધુ મોટા માથાઓ છુપાયેલ હોઈ શકે છે. SEBI અને ED જેવી કેન્દ્રિય એજન્સીઓ પણ હવે આ કૌભાંડમાં તપાસ માટે જોડાવાની તૈયારીમાં છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ મોટાં ખુલાસાઓ થવાની શક્યતા છે.આ સમગ્ર ઘટનાએ શહેરના વેપારી વર્તુળ અને નાણાકીય સંસ્થાઓમાં પણ હલચલ મચાવી છે.

 

 

 

 

Related News

Icon