સુરત શહેર કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સ્વચ્છતામાં નંબર વન હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાયો હતો. સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં નંબર વન મળી રહ્યો છે.કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કચરો હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે.આજ રોજ સુરત યુવા કોંગ્રેસ,મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી સમિતિ દ્વારા સુરત મહાનગર પાલિકાની અંદર સરકારમાં બેઠેલા ભાજપના કોર્પોરેટરો,મહાનગર પાલિકા શાસકો અને વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ફ્રી મોનસુન કામગીરીમાં સધન નિષ્ફળ થઈ છે.સુરતના ઉધના દરવાજા ખ્વાજા નગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરે તે પહેલા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા.