ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નાના શહેરોમાં જોડતા બ્રિજનું જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરાયું છે. જીએસટીવીના રિયાલિટી ચેક કરતા વધુ કેટલાક ભયજનક બ્રિજ મળ્યા જોવા છે. અમદાવાદ અને મોડાસા સ્ટેટ હાઇવે જોડતો બ્રિજ જર્જરિત છે.આ બ્રિજ અમદાવાદ નજીક રાયપુર ગામ બનેલો નર્મદા કેનાલ પુલ છે. ત્યારે ભારે વાહનો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ભારે વાહનો પર પ્રતિબંધ છે, તેમ છતાં એસટી બસ માં વધારે પેસેન્જર સાથે બસ પુલ પર થી પસાર થાય છે. ત્યારે હાલત એવી છે કે ગમે ત્યારે બ્રિજ ધરાશાઈ થાય તો નવાઈ નથી. પુલના બન્ને તરફ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. પુલની હાલત સંપૂર્ણપણે જર્જરિત અંગે બોર્ડ પણ લાગ્યું છે. પુલ જ્યાં જર્જરિત છે ત્યાં પાટિયા મારીને કોર્ડન કરાયો છે. બ્રિજને સમારકામની જરૂર છતાં તંત્ર દરકાર ન લેતું હોય તેવી સ્થતિ જોવા મળી છે. ત્યારે હાલ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.