
Navsari News: નવસારીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક દર્દીનું ઓપરેશન થયા બાદ મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. નવસારીના ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં પગના ઓપરેશન બાદ દર્દીનું મોત નિપજ્યું હતું. 5 મહિના અગાઉ વંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડના થાપાના ઓપરેશન બાદ થયેલી સારવાર દરમિયાન મોત થયું હતું.
એનેસ્થેટિક ડોક્ટર, નર્સ અને મેનેજરની ધરપકડ
મૃતકની પત્નીએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ સામે બેદરકારીના આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી. મેડિકલ સમિતિની તપાસ બાદ ગત રોજ ગણદેવી પોલીસ સ્ટેશનમાં એનેસ્થેટિક ડોક્ટર, નર્સ અને દમણીયા હોસ્પિટલના સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલસે એનેસ્થેટિક ડો. ભરત નાયક, નર્સ નિરાલી નાયકા અને મેનેજર ઈમેશ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ગણદેવી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.