Gandhinagar News: ગાંધીનગરના નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, પાંચ લોકો સવાર એક કાર નર્મદા કેનાલમાં ખાબકતા બે યુવક અને એક યુવતીનું મોત થયું છે, જેમના મૃતદેહ ગાંધીનગર ફાયર વિભાગ અને સ્થાનિક દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.
કાર કેનાલમાં ખાબકવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.
યુવક અને યુવતી સહિત ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. બચાવ કામગીરી હજુ ચાલી રહી છે. શોધખોળ દરમિયાન કાર મળી આવી છે. ૧૯ ફાયરના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ૨:૪૩ કલાકે ફાયર બિગેડને આ ઘટના અંગે જાણ થઈ હતી. યુવતી તથા અન્ય યુવકના મૃતદેહને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે.
કાર કેવી રીતે અંદર ખાબકી અને યુવક અમે યુવતી કોણ છે તે બાબતની માહિતી મેળવવાનો પ્રયાસ ચાલુ છે. બાપુનગર ખોડિયારનગરના એક વ્યક્તિની કાર હોવાનું સામે આવ્યું છે. હજી અન્ય વ્યક્તિઓ છે કે કેમ એ અંગે શોધખોળ ચાલુ છે.
પ્રાથમિક તપાસની માહિતી સામે આવી
ત્રણ મૃતકોમાં ખુશી રાવલ, વેદ રાવલ અને હર્ષ બારોટની ઓળખ થઈ છે. ખુશી રાવલ અને વેદ રાવલ ભાઈ-બહેન છે જ્યારે હર્ષ બારોટએ મૃતક વેદ રાવલનો મિત્ર છે. ખુશી રાવલને આજે મહેંદી મુકવા માટે જવાનું હોવાથી તે ભાઈ વેદને લઈને બપોરે ઘરેથી નીકળી હતી.
હર્ષ બારોટ તેના અન્ય મિત્રની ગાડી થોડો સમય માટે લઈને આવ્યો હતો અને અકસ્માત થયો હતો. ખુશી અને વેદ રાવલ અમદાવાદ હીરાવાડીના રહેવાસી છે, જ્યારે હર્ષ બારોટ અમદાવાદના નિકોલનો રહેવાસી પોલીસ દ્વારા કાર કઈ રીતે કેનાલમાં પડી તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.