Home / Gujarat / Gandhinagar : Does it now rain a month's worth of rain in a single day?

શું હવે એક જ દિવસમાં એક મહિનાનો વરસાદ વરસી જાય છે? સંશોધનમાં ખુલ્યું 'રહસ્ય'

શું હવે એક જ દિવસમાં એક મહિનાનો વરસાદ વરસી જાય છે? સંશોધનમાં ખુલ્યું 'રહસ્ય'

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 13.50 ઈંચ સાથે સરેરાશ 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સામે ગત વર્ષે 4 જુલાઈ સાથે સરેરાશ 7 ઈંચ સાથે 20 ટકા વરસાદ પણ હતો. કલાઈમેટ ચેન્જથી ચોમાસાનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. ચોમાસાના ચાર માસના કુલ વરસાદનું ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે. એક માસના સરેરાશ વરસાદ કરતા પણ વધુ વરસાદ એક જ દિવસમાં વરસી જવાનું પ્રમાણ પણ હવે વધી રહ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રકૃતિના અવિવેકી દોહન અને શહેરીકરણના પગલે ઉદ્દભવેલી સમસ્યા બરોડાના ઇન્સ્ટિટયુટ ઓફ ક્લાઈમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડો. સંસ્કૃતિ મુજુમદારના માર્ગદર્શન હેઠળ પ્રો. ચિરાયુ પંડિતે ક્લાઈમેટ ચેન્જ વિષયે પ્રતિવર્ષ પાંચથી છ વખત આવી સિસ્ટમ ઉભી થાય છે. જેમાં હવાનું દબાણ એક હજાર મિલિબાર્સ કે તેની આસપાસ હોય છે. આ નૈઋત્યનું ચોમાસું વાયા કેરળ, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશે છે અને વરસાદ આવે છે. ગુજરાતના ચોમાસ ઉપર પ્રશાંત મહાસાગરના ઉષ્ણતામાન પણ અસર કરે છે. જેને લા નિના, અલ નિના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઈઓડી)ની અસર પણ સક્રિય ભૂમિકા ભજવે છે. 

આઇઓડી એટલે ક્લાઈમેટ ચેન્જની સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરીત અસર પડી છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયા હોવાનો અહેસાસ સામાન્ય માનવી દ્વારા થઈ રહ્યો છે. મોસમની પેટર્ન, તેમાં પણ ખાસ કરીને ચોમાસાની ચાલ પરિવર્તન પામી હોવાની વાત મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવ સટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઈમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઈ રહેલા સંશોધનમાં પણ સામે આવી છે. કલાઈમેટ એટલે લઘુત્તમ 30 વર્ષના હવામાનના તારણો, મહારાજ! સયાજીરાવ ગાયકવાડ યુનિવસટીના રસપ્રદ સંશોધન કર્યું છે.

ગુજરાતમાં ચોમાસાની ચાલને સમજવા માટે તેનું બંધારણ કેવી રીતે થાય છે, એ સૌપ્રથમ જાણીએ. આપણે ત્યાં મુખ્યત્વે બંગાળના ઉપમહાસાગર અને અરબી સમુદ્રમાં ઉદ્દભતા લોપ્રેશન સિસ્ટમથી આવે છે. આ બન્ને સમુદ્રમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપમહાસાગરમાં ઉષ્ણતામાનનો તફાવત ! સમુદ્રનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની ઉપર જાય ત્યારે સમુદ્રની સક્રિયતામાં વૃદ્ધિ થાય છે. ત્યાર પછી લોપ્રેશન થઈ શકે છે. આ ઉપરાંત મેડન જુલિયન ઓસિલેશન એટલે કે વાદળોનો એક મોટો સમુહ પૃથ્વીના ચક્કર મારતો રહે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ મેડન જુલિયન ઓસિલેશન સામાન્ય રીતે બે કે ત્રણ વખત ભારત ઉપરથી પસાર થાય છે અને તે પણ વરસાદ આપે છે.

અર્બન હિટ આઈલેન્ડ: શહેરોમાં ભારે વરસાદનું મુખ્ય કારણ

જમીનના સરફેસના આધારે વાતાવરણ વચ્ચેના ઇન્ટરેક્શનથી રચાતું બાઉન્ડ્રી લેયર, જે તે સ્થળનું તાપમાન અને મિટિરોલોજીકલ માપદંડ નક્કી કરે છે. સામાન્ય સંજોગોમાં દિવસે તાપમાન વધવાના કારણે લેયર જમીનથી ગરમી દોઢથી બે કિલોમિટર ઉપર જતી હોય છે અને રાતે 100 મીટર સુધી જતી હોય છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે શહેરી વિસ્તારની જમીનની ગરમી આકાશ તરફ જવાના અંતરમાં દિવસ અને રાતમાં કોઈ તફાવત રહ્યો નથી. ગામડાઓમાં આ અંતર હજુ વધુ છે. શહેરીકરણના કારણે વધતા જતા તાપમાનને અર્બન હિટ આયલેન્ડ કહે છે. આ અર્બન હિટ આયલેન્ડ શહેરમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે.

એક સમયે કોરો પ્રદેશ ગણાતા કચ્છમાં પણ હવે અનરાધાર

ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ પ્રાંતમાં વધારે વરસાદ નોંધાતો હતો. પણ હવે તો કચ્છમાં પણ અચાનક વરસાદ પુષ્કળ વરસાદ પડે છે. પહેલા સ્થિતિ એવી હતી કે, ભૂજનું હમીરસર તળાવ ભાગ્યે જ ભરાતું હતું અને ભરાઈ એટલે કચ્છમાં રજા પાળવામાં આવતી હતી. હવે તો આ તળાવ પણ એકઆંતરા ચોમાસામાં ભરાતું હોય છે. એક ચોમાસામાં પુષ્કળ વરસાદના કારણે જ્યાં પૂરની સ્થિતિ હોય એ જિલ્લામાં બીજા વર્ષે પાણી અછત રહે એટલો જ વરસાદ નોંધાય છે.

પૂરની સ્થિતિ વધવા પાછળનું કારણ શું

જળવાયુ પરિવર્તનને કારણે આખા ચોમાસાના ચોથા ભાગનો વરસાદ હવે એક માત્ર જૂન માસમાં પડી જાય છે. એમાં પણ એક માસના સરેરાશ જેટલો તો એક જ દિવસમાં વરસાદ પડે છે. આવું થાય ત્યારે પૂરની સ્થિતિ આવે છે. વડોદરામાં વર્ષ 2005માં જૂન માસના સરેરાશ 135 મિલિમીટર વરસાદની સામે 29 જૂન 25ના રોજ એક જ દિવસમાં 238 મિલિમીટર વરસાદ વરસી ગયો હતો. 2019માં જુલાઈ માસના સરેરાશ 327 મિલિમીટરની સાપેક્ષે 31 જુલાઇ 19ના રોજ એક જ દિવસમાં 351 મિલિમીટર વરસાદ પડ્યો હતો.

એક ભાગ કોરોધાકોર, બીજા ભાગમાં ધોધમાર...આવું કેમ

શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ સહિતના પરિબળો ક્લાયમેટ ચેન્જમાં મહત્વના પૂરવાર થાય છે. શહેરોમાં ઉંચી ઉમારતોના કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર થાય છે. જેના કારણે શહેરના એક જ વિસ્તારમાં વરસાદ હોય તો બીજા ભાગ સાવ કોરો હોય છે.

Related News

Icon